તસ્કરી: બેંકના એજન્ટની આંખમાં મરચું નાખી 1.96 લાખની લૂંટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બાઇક પર આવેલા 4 એ બ્લેડ પણ મારી

દાહોદ શહેરમાં પંડ્યા ફાર્મ પાસે આંખમાં મરચુ નાખીને શ્રીરામ બેંકના એજન્ટ પાસેથી ધોળે દિવસે 1.96 લાખ રૂપિયાની લુંટની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ શહેર નજીક આવેલા રળિયાતી ગામના સાંસીવાડના રહેવાસી અને શ્રી રામ કો.ઓપરેટીવ બેંકમાં એન્ટ તરીકે કામ કરતા રહેતાં હેમંતકુમાર પ્રકાશભાઇ ભાનાએ પોલીસને જણાવ્યુ હતું કે, તે નિત્યક્રમ મુજબ જીજે-20-એએન-9930 નંબરની એક્ટિવા લઇને સવારે આઠ વાગ્યે નાણાની ઉઘરાણી માટે નીકળ્યો હતો.

શુક્ર, શનિ અને રવિવારના ઉઘરાવેલા 1,37,800 રૂપિયા બેગમાં મુકીનેતે વિવિધ વિસ્તારોમાંથી સોમવારના 58,500 રૂપિયા ઉઘરાવીને સુંદર રેસીડેન્સી સામેથી પંડ્યા ફાર્મમાં ગ્રાઉન્ડ વાળા રસ્તેથી સવારે 10 વાગ્યે પસાર થઇ રહ્યો હતો. તે વખતે બે બાઇક ઉપર આવેલા ચાર યુવકોએ તેને હાથના બાવળે બ્લેડનો ઘા મારવા સાથે આંખમાં મરચા નાખી દીધા હતાં. ગલુ કાપી દેવાની ધમકી આપી બેગમાં મુકી રાખેલા કુલ 1,96,300 રૂપિયા, ખાતા ધારકોની 12 ચોપડી, કેલ્ક્યુલેટર અને પેડની લુંટ કરીને ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: