તસ્કરી: પરિવાર પાવાગઢ ગયો ને ઘરમાં તસ્કરોનો તરખાટ, દાહોદમાં ધોળેદિવસે બનેલી ઘટના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

દાહોદના ગોદીરોડ યોગેશ્વર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ભૂપેન્દ્રભાઇ આસનદાસ જોબનપુરા શનિવારે સવારે નવ વાગ્યાના અરસામાં ઘરને તાળા મારી પરિવાર સાથે પાવાગઢ માતાજીના દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન ચોરોએ બંધ ઘરને નિશાન બનાવી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં કબાટનો સરસામાન વેરવિખેર કરી તેમાં મુકી રાખેલા રોકડા 5 હજાર તથા 6 સોનાની વિંટીઓ, 5 જોડી એરિંગ, એક ઘડીયાળ, 14 ચાંદીના સિક્કા, 5 જોડ ચાંદીની પાયલ, કડા 4 મળી કુલ 93,500ની મત્તા ચોરી કરી ગયા હતા. પાવગઢ દર્શન કરી પરત આવતાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે ભુપેન્દ્રભાઇ જોબનપુરાએ દાહોદ શહેર પોલીસ મથકે તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: