તસ્કરી: પતિ સાથે ઘરે પરત આવતાં મહિલાનું મંગળસૂત્ર લૂંટી બે બાઇક સવાર ફરાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- ઓવરટેક કરી લૂંટારુઓએ તેમની બાઇક આડી કરી રોક્યા હતા
પિયરમાં દેવદિવાળીનો તહેવાર મનાવી બાઇક ઉપર પતિ સાથે પરત ઘરે આવતા બાઇક બે વ્યક્તિઓએ તેમની બાઇકને આંતરી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસુત્ર ઝુંટવી ફરાર થઇ ગયા હતા. કદવાળના નગીનભાઇ મેસન તથા પત્ની જશોદાબેનને લઇને બાઇક લઇને દેવદિવાળી કરવા સાસરી ચમારીયા ગયા હતા. બપોરે ત્યાંથી ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે ગુંડા ગામે આવેલી રંગલી ઘાટી રોડ પર પ્લેટીના બાઇક ઉપર આવેલા 35 થી 40 વર્ષના લાગતા પેન્ટ શર્ટ પહેરેલા બે વ્યક્તિઓએ નગીનભાઇની મોટર સાયકલને ઓવરટેક કરી તેમની મોટર સાયકલ આડી કરીને ઉભા રાખ્યા હતા.
મોટર સાયકલ ઉપર આવેલા પૈકી પાછળ બેઠેલા વ્યક્તિએ જશોદાબેનને ગળામાં પહેરી રાખેલુ સોનાનું પેન્ડલ સાથેનું મંગળસુત્ર આશરે 35,000 રૂ.ની કિંમતનું ઝુંટવી મોટર સાયકલ લઇને ઝાલોદ તરફ ભાગી ગયા હતા. ત્યાર બાદ નગીનભાઇ મોટર સાઇકલ ઉપર તેમનો પીછો કર્યો હતો પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આ સંદર્ભે જશોદાબેન નગીનભાઇ મેસને બે અજાણ્યા લૂંટારૂઓ વિરૂદ્ધ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી લૂંટારૂઓની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed