તસ્કરી: નવાગામ રાણાપુર વચ્ચેથી ગેરકાયદે લઇ જવાતા ખેરના લાકડાનો જથ્થો સીઝ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કોઇ પણ પ્રકારના પાસ વિના ખેરના લાકડાના 127 નંગ ટ્રેક્ટરમાં લઇ જવાતા હતા મધ્ય પ્રદેશ તરફથી અવાર નવાર ખેરના લાકડાની હેરાફએેરી કરવામાં આવે છે

દાહોદ પાસે નવાગામ રાણાપુર પાસે વન વિભાગ દ્વારા ઇમારતી લાકડાઓની ગેરકાયદે હેરાફેરી રોકવા વોચ ગોઠવવામાં આવી હતી.તે દરમિયાન મધ્ય પ્રદેશ તરફથી આવતા ટ્રેક્ટરમાં ગેરકાયદે લઇ જવાતા ખેરના ઇમારતી લાકડાનો જથ્થો ઝડપાઇ જતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળની તપાસમાં શું બહાર આવે તેના પર આગળની કાર્યવાહીનો આધાર રહેલો છે.

પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાંથી વિદેશી દાદુ તો ઘુસાડવામાં આવે છે ત્યારે ઇમારતી લાકડાની તસ્કરી પણ કરવામાં આવી રહી છે.જો કે આ બાબત એટલી પ્રચલિત નથી તે પણ એટલું જ સત્ય છે.કારણ કે માત્ર પોલીસ કે મહેસુલી વિભાગમાં જ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવુ નથી પરંતુ અન્ય સરકારી વિભાગોમાં પણ ભ્રષ્ટાચાર એટલો જ વ્યાપ્ત છે.

વન વિભાગમાં પણ નાંણાકીય ગેરરિતીની ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે જંગલમાં વૃક્ષો કાપીને લઇ જવા તેમજ ઇમારતી તેમજ કિંમતી લાકડાની તસ્કરી કરનારો એક ગુનેગાર વર્ગ આજે પણ હયાત છે.તેવી જ રીતે ખેર જેવા ઇમારતી લાકડાનની ગેરકાયદે હેરાફેરી મધ્યપ્રદેશમાંથી કરવામાં આવે છે. જેથી દાહોદ રેન્જના વન વિભાગ દ્વારા સરહદી વિસ્તારોમાં અવાર નવાર વોચ ગોઠવવમાં આવે છે.

રવિવારે પણ આવી જ એક વોચ દરમિયાન મધ્ય પ્રદેશ તરફથી આવતા એક ટ્રેક્ટરને નવાગામ રાણાપુર વચ્ચે રોકીને તપાસ કરવામાં આવી હતી.વન કર્મીઓએ તપાસ કરતાં ટ્રેક્ટરમાં ખેરના લાકડા હોવાનુ જણાતા ટ્રેક્ટર ચાલક પાસે જરુરી પાસની માંગણી કરતા કોઇ પણ પ્રકારની પાસ પરમીટ ન હોવાનુ જણાઇ આવ્યુ હતુ. જેથી ખેરના લાકડાના છોલેલા 127 નંગનો જથ્થો સીઝ કરી રાબડાળના ગાસ ગોડાઉનમાં રાખી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.હવે તપાસમાં આ લાકડા ક્યાંથી લાવીને ક્યાં લિ જવાતા હતા અને તેનુ વહન ગેરકાયદે છે કે કાયદેસર તે ચકાસીને કાયદેસરની કાર્.વાહી કરવામાં આવશે તેમ આરએફઓ પરમારે જણાવ્યુ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: