તસ્કરી: દેલસર ગામમાં વાહન ચોરોનો તરખાટ, ક્રૂઝર-બાઇકની ચોરી, તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદ તાલુકાના દેલસર ગામે વાહન ચોર ટોળકીએ તરખાટ મચાવતાં એકજ રાત્રીમાં એક ફોર વ્હીલર તેમજ એક મોટર સાઈકલ મળી બે વાહનોનો ચોરી કરતા પંથકમાં ખળભળાટ મચ્યો હતો.દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકીનો આતંક ફરી વધવા માંડ્યો છે. ત્યારે વાહન ચોરાઈ જતાં વાહન માલિકોમાં પણ રોષની લાગણી વ્યાપી ગઇ છે.
આવા સમયે ફરીવાર વાહન ચોર ટોળકી સક્રિય થઈ છે અને તા.૨૮મી ડિસેમ્બરના રોજ દાહોદના દેલસર ગામે રાયણ ફળિયામાં રહેતા વિનુભાઈ બચુભાઈ ભાભોરની જીજે-20-એ-8563 નંબરની 80,000ની કિંમતની ક્રુઝર ગાડી અને તેમની બાજુમાં રહેતા નરસિંહભાઈ જકલાભાઈ ડિંડોરની જીજે-35-જે-2690 નંબરની 15,000ની કિંમતની મોટર સાઈકલને રાત્રીના સમયે નિશાન બનાવી ચોર તસ્કરો પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઇ ગયા હતા. શોધખોળ કરવા છતાં બન્ને વાહનોનો કોઇ પત્તો નહી લાગતાં આ સંબંધે વિનુભાઈ બચુભાઈ ભાભોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Related News
તસ્કરી: લીમડી બજારમાંથી બાઇકની સાઇડ બેગમાંથી 50 હજારની રોકડ ચોરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
ઉજવણી: કોરોનાના કારણે દાહોદમાં ઉતરાયણ પર્વની ઉજવણી પ્રમાણમાં નિરસ રહી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed