તસ્કરી: દાહોદમાં તબીબના ઘરે તસ્કરોનું ઓપરેશન, રૂા.50 હજારની રોકડ અને 50 હજારની સોનાની ચેનની ચોરી કરી ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં રેલવે દવાખાનાના તબીબના ઘરમાં ચોરોએ રોકડ અને દાગીનાની ચોરી કરી સામાન વેરવીખેર કરી નાખ્યો હતો.

  • તબીબ ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં રહેતા હતા

દાહોદ શહેરના ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં રહેતા તબીબ રેલવે દવાખાને ડ્યુટી ઉપર ગયા હોવાનો લાભ લઇને તસ્કરો સમી સાંજે તેમના ઘરમાંથી રોકડ સહિત એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી જતાં ભય ફેલાયો હતો. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. તેલંગાણાના ઉંકોડી ગામના મૂળ વતની અને હાલ દાહોદ શહેરના ફ્રિલેન્ડગંજ વિસ્તારના પાંચ રસ્તા ઉપર એલ/896 નંબરના ક્વાર્ટરમાં રહેતાં સુરેન્દરભાઇ રામાસ્વામી ડોડી શહેરના રેલવે મુખ્ય હોસ્પિટલમાં તબીબ તરીકેની ફરજ બજાવે છે. 13 તારીખની સાંજના છ વાગ્યાના અરસામાં તેઓ દવાખાને ફરજ ઉપર ગયા હતાં. ત્યારે આ બાબતનો લાભ લઇને રાતના સમયે ઘરનું તાળુ તોડીને પ્રવેશેલા તસ્કરો તમામ સામાન વેરવીખેર કરી નાખ્યો હતો. તસ્કરો દિવાલ ઉપર લગાવેલી ટીવી પલંગ ઉપર મુકી ગયા હતા.

આ સાથે અંદરના રૂમમાં કાળા રંગના પર્સમાં રાખેલા 50હજાર રૂપિયા અને તેમાં મુકી રાખેલી 50 હજાર રૂપિયાની કિંમતની ચેનની ચોરી કરીને ફરાર થઇ ગયા હતાં. 14 તારીખની પરોઢના સવા સાત વાગ્યાના અરસામાં ઘરની બહાર સામાન પડેલો જોઇને પાડોશી એનીબેન પરમારે ફોન કરીને સુરેન્દરભાઇને જાણ કરી હતી. ડો.સુરેન્દર ડોડીએ આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: