તસ્કરી: ગરબાડા પેટ્રોલપંપ ઉપર પાર્ક કરેલી ક્રુઝર ચોરાઇ, ઘર જવા રસ્તો ન હોઇ પેટ્રોલ પંપે ગાડી મૂકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામના કોતરફળીયામાં રહેતા નારસીંગભાઇ ધારજીભાઇ ગુંડીયાએ પોતાની જીજે-17-બીએ-9734 નંબરની ક્રુઝર ગાડી તેમના ઘરે જવાનો રસ્તો ન હોય તારીખ 11ના રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં ગરબાડાના પેટ્રોલ પંપ ઉપર ગાડી મુકી ઘરે ગયા હતા. દરમિયાન રાત્રીના સમયે ચોર ઇસમોએ નારસીંગભાઇની રૂા.1,00,000ની કિંમતની ક્રુઝર ગાડીને નિશાન બનાવી ડુપ્લીકેટ ચાવી કે લોક તોડી ચોરી કરી લઇ ગયા હતા.

બીજા દિવસે સવારે 10 વાગ્યાના અરસામાં પેટ્રોલ પંપ ઉપર જતાં ત્યાં મુકેલી ગાડી જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ ભાળ મળી ન હતી. જેથી નારસીંગભાઇ ગુંડીયાએ ગરબાડા પોલીસ મથકે વાહન ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: