તપાસ: યુવાનનો મૃતદેહ તળાવમાંથી 5 દિવસે મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો.

  • ગાંગરડા ગામના તોરણ ફળિયાના નરેશ પરમારે તળાવમાં ભૂસકો માર્યો હતો
  • છેલ્લા ચાર દિવસથી ગોતાખોરો મૃતદેહ શોધતા હતા

ગાંગરડા ગામ તોરણ ફળિયાના રહેવાસી નરેશ પરમારે તળાવમાં ભૂસકો માર્યો હતો. છેલ્લા ચાર દિવસથી ચાર ટીમો તળાવના ઉંડા પાણીમાં તેને શોધી રહી હતી. છતાં સફળતા મળી નહોતી. દરમિયાન બુધવારે વહેલી સવારે ગામના તળાવમાં તેનો મૃતદેહ સપાટી પર દેખાયો હતો. પીએસઆઇ સહિતની પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનું પંચનામું કર્યું હતું. સરપંચ, તલાટી અને ગ્રામજનો પણ ઘટનાસ્થળે હતા. યુવાનનો મૃતદેહ મળી આવતાં જ ફાયરબ્રિગેડ ટીમને પણ રાહત થઇ હતી.

ગરબાડાના ગાંગરડાના તોરણ ફળિયામા એક ઘટના બની હતી. જેમાં બીમાર પત્નીએ પતિને ગામના જ એક ભૂવા પાસે લઇ જવાયો હતો. જ્યાં જે તે વિધિ કર્યા બાદ આ બીમાર વ્યક્તિએ ઘરની સામેના તળાવમાં ભૂસકો માર્યો હતો.તો બીજી તરફ ઘટનાના 5 દિવસ બાદ પણ ચાર ચાર ટીમોની શોધખોળ છતાં તેની કોઈ ખબર મળી ન હતી. દરમિયાન બુધવારે વહેલી પરોઢે યુવાનનો મૃતદેહ તળાવમાં તરતો જોવા મળ્યો હતો. યુવાનનો મૃતદેહ મળી આવતાં જ મૃતકના સ્વજનો ગમગીન બની ગયા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: