તપાસની માગ: દાહોદની હોસ્પિટલ્સમાં આરોગ્ય કર્મીઓના નામે અન્યોને રસી અપાયાની વાતથી તપાસની માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

  • ટ્રસ્ટની અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના વોરિયર્સના નામે રસીકરણ કરાયું

પ્રથમ અને બીજા તબક્કામાં મેડિકલ સ્ટાફ, વહીવટી તંત્ર, પાલિકા તંત્ર અને પોલીસ તંત્રના કર્મીઓને રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને ખરેખર તો હવે સિનિયર સિટીઝન્સને આ રસીકરણની પ્રાથમિકતા મેળવી જોઈએ ત્યારે દાહોદમાં આવેલી ટ્રસ્ટની અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના વોરિયર્સના નામે સાવ યુવાન વયના પોતાના લગતા વળગતાઓને રસીકરણ કરાયાની વાતે તંત્ર ચોંકી ઉઠ્યું છે.

16 જાન્યુ.થી આરંભાયેલ કોરોના રસીકરણની પ્રક્રિયા અંતર્ગત ફ્રન્ટ લાઈન વોરિયર્સને રસી આપવાનું નિર્ધારિત છે અને અત્યાર સુધીમાં 2500 જેટલા લોકોને રસીકરણની પ્રક્રિયાનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો હોવાની માહિતી મળી છે.આવા સમયે ટ્રસ્ટની કે ખાનગી જે તે હોસ્પિટલોમાં પોતાના સ્ટાફને રસીકરણ કરવામાં માટે માન્યતા આપીને તેના ડોઝ આપી દેવાયા હતા.

બાદમાં અમુક હોસ્પિટલો દ્વારા બોગસ વોરિયર્સના નામે પોતાના મળતિયાઓને રસી આપી દેવાઈ હોવાની વાત વહેતી થતા જે તે હોસ્પિટલો તરફથી સરકારી તંત્રને અપાયેલ યાદીમાં ખરેખર સ્ટાફના જ નામે રજીસ્ટ્રેશન થયું છે અને તેમને જ રસી અપાઈ છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થાય તો અનેક બોગસ નામ જાહેર થઇ શકે તેવી લોકચર્ચા જન્મી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: