તકેદારીના પગલાં: દાહોદ જિલ્લામાં પ્રથમ ખાનગી કોવિડ કેર સેન્ટર ઝાલોદમાં ખુલશે, ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે માન્યતા અપાઇ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • First Private Covid Care Center To Open In Jhalod In Dahod District, Three Private Hospitals Approved For Corona Treatment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોના દર્દીને સમયસર સારવાર મળે તેની તકેદારી રૂપે ખાનગી કોવિડ સેન્ટરને મંજૂરી આપી

દાહોદમાં કોરોના વાયરસના વધતા જતાં પ્રકોપમાં દર્દીઓને સારવારમાં કોઇ ઉણપના રહે તે માટે કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લાની ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોના સંક્રમિત દર્દીઓની રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા દરે સારવાર માટે નિયત કરી છે. તેની સાથે જિલ્લામાં પ્રથમ વખત ખાનગી કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

રાધિકા હોસ્પિટલને પણ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે માન્યતા આપી

જેમાં ઝાલોદના અગ્રવાલ ગેસ્ટ હાઉસમાં ડો. હેમંત શાહને કોરોના વાયરસના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર શરૂ કરવા માટે મંજૂરી આપી છે. ઝાલોદમાં સંજીવની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે ડેઝીગ્નેટ કરવામાં આવી છે. અહીં દર્દીઓને 10 આઇસીયુ પથારી, 10 સેમિ સ્પેશ્યલ રૂમ મળી શકશે. તથા સાત સામાન્ય પથારી પણ છે. આ ઉપરાંત ઝાલોદમાં જ ડો. આકાશ હાડાની રાધિકા હોસ્પિટલને પણ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવી છે.

ખાનગી કોવિડ કેર સેન્ટરમાં પ્રતિ દિનનો ચાર્જ રૂ. 1500

જ્યારે, દાહોદની માલવ હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાઇ છે. ત્યાં સાત પથારી આઇસીયુ, સાત જનરલ બેડ અને 21 સ્પેશ્યલ રૂમ છે. ખાનગી કોવિડ કેર સેન્ટરમાં પ્રતિ દિનનો ચાર્જ રૂ. 1500 અને કોવિડ હેલ્થ સેન્ટરમાં સારવારનો ચાર્જ રૂ. બે હજાર નિયત કરવામાં આવ્યો છે. બાકીના આઇસીયુ, વેન્ટીલેટરના ચાર્જ રાજ્ય સરકાર દ્વારા આ પૂર્વે નિયત કરાયા છે, એ પ્રમાણે લેવામાં આવશે.

દાહોદના 10 તબીબોને કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કાર્યવાહી કરવા કલેક્ટરનો આદેશ દાહોદમાં ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના વાયરસના પ્રકોપ દરમિયાન સંક્રમિત દર્દીઓની સારવારમાં કોઇ પણ પ્રકારની કમી ના રહે તે માટે કલેક્ટર વિજય ખરાડીએ એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ સ્થાનિક ફિઝીશ્યોનોને કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કાર્યવાહી કરવા માટે આદેશ જારી કર્યો છે. ખાસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને કલેક્ટર વિજય ખરાડીએ બે દિવસ પૂર્વે ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના માધ્યમથી તબીબો સાથે એક બેઠક યોજી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એપેડેમિક ડિસીસ એક્ટ હેઠળ આદેશ જારી કરાયો

તબીબો પાસે રહેલી આરોગ્યલક્ષી સાધનોની સ્થિતિ જાણી હતી. આ ઉપરાંત, કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિઝનની સુવિધા સાથેની પથારી તૈયારી કરવા માટે સહમતી સાધવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં ફિઝીશ્યન્સને આવી તૈયારી કરી લેવા જણાવવામાં આવ્યું હતું. હવે, કલેક્ટરે એપેડેમિક ડિસીસ એક્ટ હેઠળ એક આદેશ જારી કરીને દાહોદના 13 તબીબોને કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે જિલ્લા આરોગ્ય તંત્રને એક દિવસમાં અરજી કરવા જણાવવામાં આવ્યું છે. આ તબીબોમાં ડો. રવીન્દ્ર (ઓમ), ડો. કૈઝર, ડો. મનોજ સોલંકી (ભાવના), ડો. અજય (ચતુર્વેદી), ડો. રાજેશ (શારદા), ડો. સી.જી. શર્મા (મંગલમ), ડો. જયદીપ સોલંકી (જયદીપ), ડો. વલય ઝવેરી (ઝવેરી નર્સિંગ હોમ), ડો. એમ.પી. સિંઘ (સિંઘ), ડો. હાર્દિક પટેલ (કેર)ને આ આદેશ આપવામાં આવ્યો છે. આ તબીબોને માર્ગદર્શન માટે જિલ્લા આરોગ્ય તંત્રના ડો. અનુરાગની નિયુક્તિ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: