ડ્રાઈવરેને ઝોકું આવતા દાહોદના MLA વજેસિંહને અકસ્માત નડ્યો, 25 મિનિટ સુધી 108 ન આવતાં રોડ પર બેસી…

 • Dahod's MLA, Wajesinh, got an accident when the driver was inclined

  દાહોદઃલીમખેડા નજીક વટેડા ગામે દાહોદ-ગોધરા હાઇવે ઉપર વહેલી પરોઢે ધારાસભ્યની કારના ચાલકને ઝોંકુ આવી જતાં તેણે આગળ ચાલતી જીપને ટક્કર માર્યા બાદ ગોળ ફરેલી કાર ડિવાઇડરને અથડાઇ હતી. ઘાયલ થયેલા ધારાસભ્યને લોહીલુહાણ હાલતમાં હાઇવે ઉપર બેસી રહેવું પડ્યું હતું. અંતે25 મીનીટ બાદ 108 આવતાં તેમને સારવાર માટે ખસેડાયા હતાં. કારમાં સવાર ચાલક સહિત ત્રણ લોકોને ઉંની આંચ આવી ન હતી. અમદાવાદથી પરત આવતાં આ અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.

 • વહેલી સવારે જ અકસ્માત સર્જાયો

  1.દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા ત્રીજી તારીખે APMCના સભ્યો અને વેપારીઓ સાથે ગોવા ખાતે વેપાર પ્રવાસે ગયા હતાં. રાતનું પ્લેન હોવાથી  ચાલક વરસિંગ બારિયા જીજે-20-એન-8132 નંબરની કાર લઇને ધારાસભ્ય વજેસિંહને લેવા માટે અમદાવાદ ગયો હતો. કારમાં ધારાસભ્ય સાથે APMCના અન્ય બે સભ્યો હરીશભાઇ અને સુરેન્દ્રભાઇ પણ સવાર હતાં. દાહોદ-ગોધરા હાઇવે ઉપર વટેડા ગામે પરોઢના 5.15 વાગ્યાના અરસામાં ચાલક વરસિંગને કોઇ કારણોસર ઝોંકુ આવી જતાં કાર આગળ ચાલતી એક જીપ સાથે અથડાઇ હતી.

 • કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ

  2.આ ટક્કર બાદ ધારાસભ્ય વજેસિંહ પણદાની કાર ગોળ ફરીને ડિવાઇર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેથી વજેસિંહના માથે અને દાઢીના ભાગે ઇજાઓ થઇ હતી જ્યારે કારમાં સવાર ચાલક સહિત ત્રણેને ઉંની આંચ આવી ન હતી. અકસ્માત અંગે 108ને જાણ કરાઇ હતી. જોકે, રાહ જોયા છતાં 108 નહીં આવતાં સુનકાર હાઇવે ઉપર ધારાસભ્ય વજેસિંહને લોહીલુહાણ હાલતમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો. 25 મીનીટ બાદ 108 આવતાં ધારાસભ્યને સારવાર માટે દાહોદ ખસેડાયા હતાં. આ ઘટના અંગે મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું નથી.
   

 • અન્ય કોઇ વિકલ્પ ન હોવાના કારણે બેસી રહેવું પડ્યું હતું

  3.અમદાવાદથી આવતી વખતે ચાલકને ઝોંકુ આવતાં અકસ્માત થયો હતો. જાણ કર્યા છતાં 108 આવી ન હતી. કોઇ વિકલ્પ નહીં હોવાથી આશરે 25 મીનીટ સુધી મારે હાઇવે ઉપર ઘાયલ અવસ્થામાં બેસી રહેવું પડ્યું હતું. વજેસિંહ પણદા, ધારાસભ્ય,દાહોદ

 • લીમખેડા અને પીપલોદની ગાડી અન્ય કેસમાં વ્યસ્ત હતી

  4.લીમખેડા અને પીપલોદની ગાડી અન્ય કેસમાં વ્યસ્ત હતી. અકસ્માતનો કોલ મળ્યા બાદ કંબોઇ ચોકડી લોકેશનની ગાડીને મોકલવામાં આવી હતી. કોલ આપ્યા બાદ 18 મીનીટમાં આ ગાડી ઘટના સ્થળે પહોંચી ગયા બાદ ધારાસભ્યને દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. દર્શક જોષી, 108 જિલ્લા કોઓર્ડિનેટર, દાહોદ

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: