ડોક્ટર ડે વિશેષ: દાહોદ શહેર મધ્યપ્રદેશ, રાજસ્થાન માટે મેડિકલ હબ બન્યું

દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાં આશરે 750 જેટલા તબીબો હાલ પ્રેક્ટિસ કરી રહ્યાં છે

મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે ગુજરાતના છેવાડે આવેલ દાહોદે આસપાસના વિસ્તારોમાં ‘મેડિકલ હબ’ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. આઝાદી સમયથી દાહોદ એ પંચમહાલ જિલ્લાનો એક ભાગ હતો ત્યારથી દાહોદમાં તબીબી સુવિધાઓ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં અગ્રીમ પંક્તિની રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાથી પર રહીને દાહોદના તબીબોએ સેવા સાથે તબીબી ફરજ બજાવીને અનેક લોકોને રાહત આપી છે. દાહોદમાં આઝાદી અગાઉ મોટાપાયે મ્યુનિ. સંચાલિત દવાખાનું ચાલતું હતું બાદમાં મિશન (ચુનાખાર) હોસ્પિટલ, અંજુમન હોસ્પિટલ, રેલ્વે (ટેકરી) હોસ્પિટલ પણ મોટી ગણાતી હોસ્પિટલો હતી.

તો બાદમાં ઝાયડસ સિવિલ હોસ્પિટલ, અર્બન હોસ્પિટલ સાથે સૈફી હોસ્પિટલ સાથે દાહોદ શહેર અને જિલ્લામાં અનેક પ્રાઇવેટ અત્યાધુનિક હોસ્પિટલો નવ નિર્માણ પામી રહી છે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો, જનરલ પ્રેકટીશ કરનાર તબીબો, ઝાયડસ સિવિલ હોસ્પિટલ, અર્બન હોસ્પિટલ, રેલ્વે હોસ્પિટલ, મિશન હોસ્પિટલ, દાવેસો, જે તે પી.એચ.સી., સી.એચ.સી. સાથે સંલગ્ન તબીબો અને સાથે આયુર્વેદિક, હોમિયોપેથીક જેવા ક્ષેત્રે પણ પ્રેકટીશ કરતા મળીને દાહોદ જિલ્લામાં અંદાજે 750 જેટલા તબીબો સક્રિય છે. દાહોદ આઈ.એમ.એ. અંતર્ગત નોંધ પામેલ તબીબોની સંખ્યા 200 છે.

મ.પ્ર. અને રાજસ્થાનના દર્દીઓના લીધે જ ઉજજૈનથી દાહોદમાં આવતી મેમુ ટ્રેન દાહોદની તબીબી આલમમાં જીવાદોરી તરીકે જાણીતી થઇ છે. દાહોદમાં 1964 માં ગુજરાતભરના તબીબોનું સંમેલન GIMACON યોજાયેલું. જે 35 વર્ષ બાદ ફરી એકવાર 1999 માં દાહોદ ખાતે યોજાયું હતું.

દાહોદમાં MBBS થી વધુ અભ્યાસ કરનાર પ્રથમ તબીબ આજેય એક્ટિવ
દાહોદમાં તબીબી ક્ષેત્રે નોંધનીય સુવિધાઓ ન હતી ત્યારે ડો દુર્ગાબેન અને બાદમાં સિનિ. ડિગ્રીધારી તબીબોમાં ડો હાતિમભાઈ ઇઝ્ઝી, ડો દામોદરદાસ, ડો હરીલાલ, ડો નલીનકાંત, ડો કૂતરાવાલા, ડો પંડિતજી વગેરે આવ્યા. સમગ્ર ઝોનમાં MBBS બાદ નેત્ર વિશેષજ્ઞ બનનાર પ્રથમ તબીબ ડો હાતિમભાઈ હતા. સૌપ્રથમ પ્રાઇવેટ ક્લિનિક શરૂ કરનાર ડૉ. જૈન હતા તો ખાનગી હોસ્પિટલ શરૂ કરનાર ડો.પટેલ હતાં.

સાહિત્ય અને કલાના ક્ષેત્રે નામ રોશન કર્યું
ડો સતીન દેસાઈ, ડૉ શરદ વૈદ્ય, ડો ભૂપેન્દ્ર ચૌધરી, વગેરેએ કળાના ક્ષેત્રે નામના મેળવી છે. ડો ભૂપેન્દ્રએ હિન્દી અને ભોજપુરીની ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે. ર્ડા સતીનની માફક જ ર્ડા શરદે કવિતા ઉપરાંત ગરબા વિશે રસપ્રદ સંશોધન કર્યું છે.

રાજકારણમાં કે સાહિત્ય ક્ષેત્રે કાઠું કાઢીને દાહોદને નામના અપાવી છે
1941 થી 1946 સુધી દાહોદ પાલિકાના પ્રમુખ રહી ચૂકેલા ડો અમૃતલાલ બારોટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેન બન્યા હતા. સાથે સરકારી દવાખાનાના નિર્માણમાં પણ તેમની ભૂમિકા રહી હતી.1972 થી 75 દરમ્યાન ડો.રમણલાલ વૈદ્ય પણ પાલિકાના પ્રમુખ હતા. આદિવાસી સમાજના સૌપ્રથમ તબીબ ડૉ ગોવિંદભાઈએ ચૂંટણી પણ લડી હતી.ડૉ પ્રભાબેન તાવિયાડ સાંસદ અને તેમના પતિ ડૉ કિશોરભાઈ જિ.પં.ના પ્રમુખ રહી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: