ડોક્ટરની દરિયાદિલી: દાહોદમાં દંપતીને ખેતર ન વેચવા દઇ તબીબે રૂા.1.40 લાખનું બિલ માફ કર્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- 20 વર્ષના ગાળા બાદ ખોળાનો ખુંદનાર આવતાં દંપતીનો ખુશીનો પાર ન હતો
દાહોદ નજીક આવેલ રાજસ્થાનના સરહદી વિસ્તારના સરેરાશ 40 વર્ષની વય ધરાવતા ગરીબ દંપતીની સારવારનું સંપૂર્ણ પેકેજ તબીબે માફ કરી માનવતાભર્યો અભિગમ દર્શાવતા લગ્નના 20 વર્ષ બાદ નિ:સંતાન દંપતીને સંતાનપ્રાપ્તિ થઈ છે.
દાહોદથી માંડ 100 કિ.મી.ના અંતરે રાજસ્થાનના બાંસવાડાના સાવ નાનકડા ખેરડાબરા ગામના કાંતાબેન અને તેમના પતિ થાવરચંદ ચરપોટાએ તેમના 20 વર્ષના દામ્પત્યજીવન દરમ્યાન 3 વખત જન્મતા પહેલાં જ સંતાનો ગુમાવી દીધા હતા. દંપતિ દાહોદની ન્યુ હોપ હોસ્પિટલમાં IVF તરીકે ઓળખાતી સારવાર લેવા આવ્યુ હતું. તા.13.3.2021ને શનિવારે આ મહિલાએ પૂત્રને જન્મ આપ્યો હતો. સિઝેરિયન ઓપરેશન સહિત લગભગ બે મહિના હોસ્પિટલમાં રહેવા સાથે સમયે સમયે લોહી, હાઈ રિસ્ક હોઈ તેની સારવાર વગેરેનું બીલ રૂ.1.40 લાખ થયું હતુ.
આ દંપતીએ ગત બે મહિના દરમ્યાન માત્ર બહારથી જે દવા મંગાવાતી તેના જ રૂપિયા ચુકવ્યા છે. બાકીની ચુકવણી માટે તેઓ તેમના જીવનના એકમાત્ર આધાર સમા ખેતરને વેચીને બીલ ચુકવવાની તૈયારી કરતા હોવાની ખબર પડતા તબીબે સત્વરે રૂ.1.40 લાખ જેવી મોટી રકમનું આખે આખું બીલ જ માફ કરી દીધું હતું.
દંપતીના ચહેરા પરની ખુશાલી તે અમારૂં વળતર
અગાઉના 3 દુ:સ્વપ્ન જેવા અનુભવો બાદ ગરીબ દંપતી એકમાત્ર જમીન વેચવાની તૈયારી કરતું હોવાનું જાણી અંતરાત્માનો આદેશ થયો હોય તેમ તેની તમામ ચૂકવણી માફ કરવાનો નિર્ણય લઈ તેનું બિલ માફ કર્યું છે. હાથમાં રમતા પોતાના બાળકને જોઈને આ દંપતીના ચહેરા ઉપર જે ખુશાલી જોવા મળી તે જ અમને મળેલું મોટું વળતર છે.>ડૉ કેતન પટેલ, ગાયનેક તબીબ
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed