ડેથ સર્ટિફિકેટ: દાહોદ પાલિકામાં 1 માર્ચથી 28 એપ્રિલના 2 માસમાં મૃત્યુ સર્ટિ.ની 272 અરજી આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • 104 અરજીકર્તાઓે સ્વજનોના ડેથ સર્ટિફિકેટ લઈ ગયા

દાહોદ પાલિકામાં 1 માર્ચથી 28 એપ્રિલના આશરે બે માસમાં મૃત્યુ સર્ટિફિકેટની 272 અરજી આવી છે. દાહોદ પાલિકામાં માર્ચ-2021ના 31 દિવસોમાં પાલિકાના વિસ્તારમાં રહેતા 132 લોકો અને એપ્રિલના 28 દિવસોમાં 140 મળીને કુલ 272 સ્વજનોએ પોતાના મૃતક સ્વજન માટે ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી છે. જે પૈકી માર્ચ માસમાં 73 અને એપ્રિલના 28 દિવસમાં 31 લોકો મળી કુલ 104 અરજીકર્તાઓ સ્વજનોના ડેથ સર્ટિફિકેટ લઈ ગયા છે.

દાહોદ પાલિકામાં તા.1 એપ્રિલ, 2020થી 31 માર્ચ, 2021ના ગત વર્ષમાં કુલ 1541 અરજી આવ્યાનો પાલિકામાં ડેથ સર્ટિફિકેટ મેળવવા માટેનો નવતર કીર્તિમાન નોંધાઈ ચુક્યો છે. ત્યારે હવે માત્ર એપ્રિલ માસના ફક્ત 28 દિવસમાં જ વધુ 140 લોકોએ પોતાના મૃતક સ્વજનોના ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે પાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગમાં અરજી આપી હોવાની માહિતી મળી છે. જો કે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અરજી આવે તેના ઉપર જે તે કાર્યવાહી સંપન્ન થયા બાદ અને ખાસ તો હોસ્પિટલમાંથી મૃત્યુ થયું હોવાની ફાઇનલ નકલ મળે બાદમાં પાલિકા ખાતે ડેથ સર્ટિફિકેટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે.

અનેક લોકોની માહિતીમાં દોષ હોય કે આરોગ્ય વિભાગમાં તેની નોંધ બરાબર ના થઇ હોય તો ફાઇનલ નકલ આવતા વાર લાગે તો જ પાલિકા તરફે નકલ તૈયાર થવામાં વાર થાય. બાકી બહુધા લોકોની નકલ તો અરજી આવ્યા બાદ જે તે માહિતીની ચકાસણી થયે તૈયાર થઇ જતી હોય છે. ઉલટાનું હવે તો અનેક કિસ્સામાં એવું બને છે કે અત્રે અરજી આપ્યા બાદ અરજદાર લોકો આળસવશ કે અન્ય કારણોસર પાલિકામાં ડેથ સર્ટિફિકેટ લેવા જ નથી આવતા અને તેના કારણે મહિનાઓ સુધી તૈયાર ડેથ સર્ટિફિકેટ અહીં પડી રહેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: