ડુંગરા ગામે જમીન સંબંધી અદાવતમાં તલવાર-કુહાડી વડે હુમલામાં 2ને ઇજા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બંને ઈજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા

ફતેપુરા તાલુકાના ડુંગરા ગામના કટારા ફળિયામાં રહેતા ગમનભાઈ ધીરજી કટારા શનિવારના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં ઘરે હતા. ત્યારે તેમના કુટુંબી ગૌતમ ધીરજી કટારાએ બિભત્સ ગાળો આપી બુકણીઓ કરતા કહેવા લાગેલા કે તમારી જમીન અમારા નામે કરી દેવાની છે. તેમ કહી ગાળો બોલતા હોય ગમનભાઈએ ગાળો બોલવાની ના પાડતા ગૌતમ ધીરજી, ભલા ગૌતમ તથા સોમલીબેન ગૌતમ કટારા ત્રણેય જણા ગમનભાઈના ઘરે દોડી આવી એકદમ ઉશ્કેરાઇ જઇ માર મારવા દોડી આવતા ગુલાબભાઈ કટારા તથા ગીરીશભાઈ કટારા છોડાવવા માટે વચ્ચે પડતા ગૌતમ વીરજી કટારાએ તેના હાથમાં રાખેલ તલવાર ગુલાબભાઈ કટારાને મારતા ગળાના ભાગે તેમજ ડાબા હાથે અને નાક ઉપર ઇજાઓ થઇ હતી. જ્યારે ભલા ગૌતમ કટારાએ ગમન કટારાના પુત્ર ગીરીશભાઈ કટારાને કુહાડી મારવા જતા માથાના ભાગે વાગતા જીવલેણ ઈજાઓ થઈ હતી.

જ્યારે સોમલીબેન ગૌતમ કટારાએ ગમનભાઈ તથા ગીરીશભાઈને પીઠના ભાગે લાકડીઓ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ઇજાગ્રસ્ત ગુલાબભાઈ તથા ગીરીશભાઈને જીવલેણ ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ફતેપુરા સરકારી દવાખાને અને ત્યાંથી દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ગમનભાઈ ધીરજીભાઈ કટારાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે હુમલાખોર એક મહિલા ત્રણ ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: