ડીબી ઇમ્પેક્ટ: દાહોદ જિલ્લામાં પખવાડિયા બાદ કોવેકેસીનનો જથ્થો આવતાં રસીકરણ શરુ કરાયુ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • રસીના 2000 ડોઝ ફળવાતાં જેમને બીજો ડોઝ લેવાનો બાકી હતો તેમને આપવાનુ શરુ કરાયુ

દાહોદ જિલ્લામાં રસીકરણની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણી કોવેક્સીનની અછતને કારણે લાભાર્થીઓને ધક્કા પણ ખાવા પડતા હતા. બીજી તરફ જેઓએ કોવેક્સીન મુકાવી છે તેવા લાભાર્થીઓને થોડી રાહત થઇ છે. કારણ કે, 2000 જેટલા ડોઝ કોવેક્સીનના આવતા જેઓને બીજો ડોઝ આપવાનો છે તેમનું રસીકરણ શરુ કરી શકાયુ છે.

દાહોદ જિલ્લામાં કોવિશિલ્ડની રસી મુકાવનારા લાભાર્થીઓની સંખ્યા વધારે છે.તે પ્રમાણે સત્તાવાર આંકડા પ્રમાણે દાહોદ જિલ્લામાં કુલ 4 લાખ 62 હજાર 925 લાભાર્થીઓએ પ્રથમ ડોઝ અને 2 લાખ 06 હજાર 930 લાભાર્થીઓએ કોવિશિલ્ડનો બીજો ડોઝ પણ મુકાવી દીધો છે. બીજી તરફ કોવેક્સીનના લાભાર્થીઓ ઓછા છે.તે પ્રમાણે 45 હજાર 238 લાભાર્થીઓએ પ્રથમ અને 33 હજાર 684 લાભાર્થીઓએ કોવેક્સીનનો બીજો ડોઝ પણ લઇ લીધો છે.

આમ કુલ 78 હજાર 922 લાભાર્થીઓએ કોવેક્સીનની પસંદગી હાલ સુધીમાં કરી છે. ત્યારે 11 હજાર 554 લાભાર્થીઓને કોવેક્સીનનો બીજો ડોઝ આપવાનો બાકી છે.તેમ છતાં છેલ્લા 15 દિવસથી કોવેક્સીનનો જથ્થો રાજ્ય કક્ષાએથી ફળવાયો ન હતો. ત્યારે દિવ્ય ભાસ્કર ડીજીટલમાં તેનો અહેવાલ પ્રકાશિત થતાંની સાથે જ રાજ્ય કક્ષાએથી 2000 જેટલો ડોઝનો કોવેક્સીનનો જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો.

આ જથ્થો દાહોદ આવતાં જ જેઓને કોવેક્સીનનો બીજો ડોોઝ આપવાનો હતો તેનું રસીકરણ શરુ કરી દેવાયુ હતુ.અધિક આરોગ્ય અધિકારી ડો.આર.ડી.પહાડીયાએ સોશ્યલ મિડીયામાં તેની જાણકારી આપતાં જણાવ્યુ હતુ કે જેને કોવેક્સીનનો બીજો ડોઝ લેવાનો હોય તે લાભાર્થી દાહોદ અર્બન હેલ્થ સેન્ટર, દેસાઇ વાડ અને ગારખાયામાં તેમજ રેલવે હોસ્પીટલમાં મુકાવી શકે છે.ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેંટિયા, નગરાળા અને વણભોરીમાં પણ કોવેકેસીનના બીજા ડોઝનુ રસીકરણ શરુ કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: