ઠુંઠીકંકાસીયામાં 2 બાઇક વચ્ચે અકસ્માતમાં 1ને ઇજા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અકસ્માત કરી ચાલક બાઈક મૂકી ફરાર

ખાંટવાડાના ભુપેન્દ્ર મોહનભા બામણીયા પોતાની બાઇક લઇને મહુડીથી ઝાલોદ તરફ આવતો હતો. ત્યારે ઝાલોદ ઠુંઠીકંકાસીયા રોડ ઉપર જય દશામાં વિદ્યાલય સ્કૂલની સામે ઝાલોદ તરફથી આવતી બાઇકના ચાલકે તેની બાઈક બેફીકરાઇ અને ગફલતભરી રીતે હંકારી આવી ભૂપેન્દ્ર ઉર્ફે કેતનની બાઈકને સામેથી ટક્કર મારતાં ભૂપેન્દ્ર ફેકાઇ ગયો હતો અને ચાલક બાઈક મુકી ભાગી ગયો હતો. જેમાં જમણા પગના નળાના ભાગેથી પગ ભાંગી ગયો હતો તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયો હતો. અકસ્માતની જાણ તેના ભાઇ અજયને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બેભાન અવસ્થામાં પડેલા ભૂપેન્દ્રને રીક્ષામાં બેસાડી ઝાલોદ ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. આ સંદર્ભે અકસ્માત કરનાર અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: