ઠંડીનો ચમકારો: દાહોદ શહેર અને શહેરાના નાડા રોડ પર શિયાળાની ઋતુના પરોઢના સમયે સર્વત્ર ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેર સહિત આખા જિલ્લામાં પરોઢના સમયે ભારે ધુમ્મસ વાળુ વાતાવરણ જોવા મળ્યુ હતું.

ભરશિયાળે દાહોદ જિલ્લાના ગગનમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેતા ઠંડીનો ચમકારો વધ્યો હતો. મોડી સાંજે હળવો પવન ફુંકાવા લાગ્યો હતો જેના કારણે ઠંડીની તિવ્રતામાં વધારો થયો હતો. દાહોદ જિલ્લામાં દિવસ સાથે રાત્રિના તાપમાનમાં પણ ઘટાડો થવાના પરિણામે ઠંડી અનુભવાઇ હતી. શહેરમાં સોમવારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ. આખો દિવસ તડકા-છાયડાની રમત ચાલતી જોવા મળી હતી.

ઠંડીના પગલે લોકોને ગરમ કપડા અને તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે. દાહોદ શહેર સહિત આખા જિલ્લામાં પરોઢના સમયે ભારે ધુમ્મસ વાળુ વાતાવરણ જોવા મળ્યુ હતું.પરોઢના સમયે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. શહેરા તાલુકા પંથકમાં માવઠાની અસરના કારણે શનિવારની વહેલી સવારે શહેરા નાડા રોડ પર નાંદરવા ગાંગડીયા પાસે ગાઢ ધુમ્મસ સર્જાવાના કારણે સવારે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: