ટીમરડાની મહિલા કેરેલાથી 11 વર્ષ બાદ જીવતી મળી

દાહોદ ત.ના ટીમરડા ગામના કભુબેન છગનભાઇ મેડાને 11 વર્ષ પહેલાં મગજની અસ્થિરતાને કારણે ઘરેથી નીકળીને કેરેલા પહોંચી…

  • Dahod - ટીમરડાની મહિલા કેરેલાથી 11 વર્ષ બાદ જીવતી મળી

    દાહોદ ત.ના ટીમરડા ગામના કભુબેન છગનભાઇ મેડાને 11 વર્ષ પહેલાં મગજની અસ્થિરતાને કારણે ઘરેથી નીકળીને કેરેલા પહોંચી ગયાહતાં. પરિવારે ઘણી બધી શોધ-ખોળ કરતા તેઓ મળી આવ્યા નહોતા.

    એક મહિના પહેલા ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોડક્શન સોસા. ગાંધીનગરમાં ફરજ બજાવતા નિતિષાબેન જોષી, પ્રોગ્રા ઓફિસર ઉપર ફોન આવેલ અને કેરેલાના આસાભવન (વુમન)ના અધિક્ષક દ્વારા જણાવેલ કે ગુજરાતના દાહોદ જિલ્લાના ટીમરડા ગામના કભુબેન છગનભાઇ મેડા નામના બેન હાલમાં કેરેલાના (વુમન) આસાભવન કોજીકોડ ખાતે છે. જિ. સમાજ સુરક્ષા અધિકારી અને જિ. બાળ સુરક્ષા અધિ.એ કલેક્ટરના દાહોદના માર્ગદર્શન મેળવી કભુબેન કુટુબ પરિવારને ટીમરડા સરપંચના આધારે ઓળખી કાઢ્યો હતો. અને તેમના પરિવારને જાણ થતાં પુત્ર રમેશ છગન મેડાએ પોતાની માતાને લેવા કેરેલા જઇને 25મી તારીખે કભુબેનને પરત લવાતાં પરિવારમાં ખુશી વ્યાપી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: