ઝાલોદ વરોડ ટોલને નાબૂદ કરવા પ્રાંત અધિકારીને આવેદન

ઝાલોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટોલ કોન્ટ્રાકટર દ્વારા સ્થાનિકોને હેરાનગતિ કરાતા રોષ
  • કાયમી ધોરણે ટોલ નાબૂદ કરવા માંગણી કરાઇ: સાત દિવસમાં નિરાકરણ ન આવે તો ધરણાંની ચીમકી અપાઈ

તાલુકામાં વરોડ ટોલબૂથના કોન્ટ્રાકટર દ્વારા સ્થાનિક વાહનોને રોકીને ટોલ વસૂલવા મુદ્દે મિનિટો સુધી પરેશાન કરવામાં આવતા ભારે રોષ ઉઠેલો જોવા મળ્યો હતો. અનેક આંદોલનો બાદ જવાબદાર તંત્ર મધ્યસ્થી બનીને તાલુકાનાં સ્થાનિકોને ટોલટેક્ષમાંથી રાહત આપવામાં આવી હોવા છતાં છાસવારે ટોલ ઉઘરાવવા બાબતે બોલાચાલીના બનાવો બની રહ્યા છે. ત્યારે આ ટોલટેક્સ મુદ્દે આદિવાસી અગ્રણી રામસિંહભાઈ કાલારા અને આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને શુક્રવારના દિવસે આવેદન આપ્યું હતું.

જેમાં જણાવ્યુ હતું કે,વરોડ ટોલબૂથને કાયમી માટે નાબૂદ કરે નહીં તો દાહોદ જિલ્લાના તમામ લોકોને કાયમી માટે આ ટોલ માંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી હતી.જો આ મામલે સપ્તાહમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો આંદોલન સાથે ધરણાંની ચીમકી આપી હતી.દર માસે સ્થાનિકો સાથે ટોલટેક્સ માટે ટોલ દ્વારા માથાકૂટ કરવામાં આવતા હવે આ મુદ્દે કાયમી જ નિકાલની માંગ પંથકમાં પ્રબળ બનેલી જોવા મળી હતી.

0


Related News

Comments are Closed

%d bloggers like this: