ઝાલોદ બાયપાસ હાઇવે પાછળ કરોડોનો ખર્ચ છતાં માછણ બ્રિજ પહોળો ન કરાયો

ઝાલોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ઝાલોદ માછણ નાળા બ્રિજ સાંકડો હોય ચાલકો માટે જોખમી.

  • વર્ષોથી સાંકડો બ્રિજ હોવાથી સામસામે ગાડી પસાર થવામાં ચાલકોને ભારે મુશ્કેલી પડે છે
  • 37 વર્ષ જૂના બ્રિજ પર તંત્ર દ્વારા ફક્ત મરામત જ કરાઈ છે

ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન ગણાતા માછણનાળા ડેમ પર 1983ની સાલમાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જવાબદાર વિભાગ દ્વારા બ્રિજની દર વર્ષે મરામત કરીને સંતોષ માણે છે. પરંતુ પહોંળો કરવાની કોઈ કાર્યવાહી કરાતી નથી. આ બ્રિજ સમય સાથે એટલો સાંકડો બન્યો છે, કે સામસામે બે વાહનો પસાર થવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. ભૂતકાળમાં અકસ્માતોના મોટા બનાવો પણ બન્યા છે.

નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા વિભાગ દ્વારા થોડા સમય પહેલા દાહોદ-બાંસવાડા બાયપાસ નેશનલ હાઇવે કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો. તેમજ સર્વે કરનારા જવાબદાર વિભાગના અધિકારીઓએ માછણનાળા બ્રિજ તરફ ધ્યાન ન આપતા ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. બાયપાસ હાઇવે બનાવીને લાખ્ખો રૂપિયાનો ટોલટેક્ષ ઉઘરાવાય છે. પરંતુ સરકાર દ્વારા 37 વર્ષ બાદ પણ બ્રિજ પહોળો કરવા તસ્દી લેવાઇ નથી.

0






Related News

Comments are Closed

%d bloggers like this: