ઝાલોદ નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ

  • પાલિકામાં સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે

દિવ્ય ભાસ્કર

Aug 18, 2020, 04:00 AM IST

ઝાલોદ. દાહોદ જિલ્લાના રાજકારણમાં વર્ષોથી ઝાલોદ નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ભારે રાજકીય ખેંચતાણ વચ્ચે યોજાતી હોય છે. ત્યારે આ વખતે ભાવેશ કટારા ભાજપમાંથી પક્ષપલટો કરીને કોંગ્રેસમાં ધારાસભ્ય બનતા પાલિકામાં પણ કોંગ્રેસ બહુમતી સાથે વિજય બની હતી અને વર્ષો બાદ પાલિકામાં કોંગ્રેસ સત્તા પર આવી હતી. જેમાં પાલિકામાં પ્રમુખ તરીકે ધારાસભ્યની ભાભી કિંજલબેન અમિતકુમાર કટારા પ્રમુખ બન્યા હતા.

પાલિકામાં પ્રમુખ- ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ભાજપ-કોંગ્રેસ સત્તા મેળવવા કવાયત હાથ ધરી હતી. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સભ્ય દોઢ માસ પહેલા જ ભૂગર્ભમાં જતાં રહેતા નગરમાં ભારે ચર્ચાનો મુદ્દો બનેલો જોવા મળ્યો હતો. 24 ઓગસ્ટના રોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ પુનરાવર્તન અને ભાજપ પરિવર્તન માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: