ઝાલોદમાં માતાએ એકસાથે ત્રણ બાળકોને આપ્યો જન્મ, જેમાં એક બાળકી

એક સાથે ત્રણ બાળકો અને તે પણ નોર્મલ ડીલેવરી સાથે, પરિવારમાં આનંદ છવાયો

  • pregnant women gave three child birth in zalod

    ઝાલોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ભરત ટાવર વિસ્તારમાં આવેલી પુજા હોસ્પીટલમાં મંગળવારના નાતાલ પર્વના પવિત્ર દિવસે એક માતાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. ઝાલોદ તાલુકાનાં ગરાડું ગામમાં રહેતા અને ખેતી કામ કરતાં દેવુભાઈ ચૌહાણની પત્ની કપિલાબેનને પેટમાં પ્રસૂતિનો દુખાવો ઊપડતાં પરિવારજનો સોમવારની રાત્રિ દરમિયાન દવાખાને લાવવા દોડધામ કરી હતી.ત્યારે મંગળવારના દિવસે વહેલી સવારે નગરની પુજા હોસ્પિટલમાં ડો.સોનલકુમાર દેસાઇ અને તેમની ટીમ દ્વારા કપિલાબેનની તપાસ કરીને નોર્મલ પ્રસૂતિ કરાવી હતી.જેમાં માતાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.

    આ વાતની પરિવારના અન્ય સભ્યોને જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.પરિવારમાં બે બાળક અને એક બાળકીની પધરામણી થતાં માતા-પિતા સહિત આખા પરિવારના આનંદ છવાયેલો જોવા મળ્યો હતો. એક સાથે ત્રણ બાળકો અને તે પણ નોર્મલ ડીલેવરી સાથે કુદરતની ભેટ પરિવારને મળતા દવાખાના સ્ટાફ પરિવારે પણ માતાને અભિનંદન પાઠવ્યા હતા.

    આગાઉ બે વખત ઘટના બની ચુકી છે
    સોમવારની રાત્રિ દરમિયાન હોસ્પીટલમાં આવેલી ગરાડું ગામની પરણિતાની નોર્મલ ડીલેવરી કરાવી હતી.જેમાં માતાએ એક સાથે ત્રણ દોઢ-દોઢ કિલોના વજનવાળા બાળકોનો જન્મ આપ્યો હતો.હાલમાં માતા અને ત્રણેય બાળકો તંદુરસ્ત છે.હોસ્પિટલમાં અગાઉ પણ એક સાથે ત્રણ બાળકોની બે વખત ડીલેવરી થઈ ચૂકી છે.એક સાથે ત્રણ બાળકોની સફળ ડીલેવરી પરિવાર માટે એક કુદરતની ભેટ કહી શકાય. -ડો.સોનલકુમાર દેસાઇ ,પુજા હોસ્પિટલ ઝાલોદ

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: