ઝાલોદમાં ગુજરાત ગૌરવ યાત્રા આવ્યા બાદ CM રૂપાણી અને સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

દાહોદ જિલ્લા ના ઝાલોદ તાલુકા ના મુખ્ય મથક ઝાલોદ ખાતે આજે સવારે 12.00 ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી લીંખેડાથી ગુજરાત ગૌરવ યાત્રા લઈને આવ્યા હતા. જયારે ઝાલોદ ખાતે કેન્દ્રીય ઇન્ફોરમેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર સ્મૃતિ ઈરાની પણ આવ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ ઝાલોદમાં જંગી જનમેદની સંબોધતા કૉંગ્રેસ પર ધારદાર પ્રહારો કરતા જણાવ્યું કે અમેઠી માં 50 વર્ષથી વધુ સમયથી રાજ એકજ પરિવારના સાંસદ કરે છે પરંતુ ખેડૂત નો દીકરો જયારે ખાતર માટે જાય તો તેને ખાતર ના બદલામાં ગોળી મારવામાં આવતી હતી. મહારાષ્ટ્રમાં પણ કૉંગ્રેસની સરકારની હતી ત્યારે ખેડૂતો એ પાણી માંગ્યું ને કૉંગ્રેસ ના નેતાઓએ ગોળી  મારી.
જયારે  નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના નીર સમગ્ર ગુજરાત ને પહોંચાડ્યા અને ખેડૂતો ને વનબંધુ યોજના થી કરોડો રૂપિયા તેઓના માટે ફાળવ્યા. સિંચાઇ ની વ્યવસ્થા કરી ખાતર વગર કાળા બઝાર બંધ કરાવ્યું. શું ગુજરાતના લોકો દેશ ના ટુકડા કરી નાખીસ એવું બોલનાર ની સાથે જઈ ને બેસનાર રાહુલ ગાંધી ને વોટ આપશો, જેઓ સરદાર પટેલ સાથે અન્યાય કર્યો તેઓ ને સાથ આપશો , મને ખબર છે ગુજરાત  ના લોકો આવા કૉંગ્રેસ ના લોકોને ઉભા બી નહિ રેહવા દે.
જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સરદાર પટેલ ને જે લોકોએ દેશ ના વડા પ્રધાન ન થવા દીધા અને આકરા પ્રહારો કરતા કહ્યું આકાશ જમીન અને હવામાં ત્રણે બાજુએથી પૈસા ખાનારી અને ભ્રષ્ટચાર કરનારી કૉંગ્રેસ હમારી પાસે હિસાબ માંગે છે, અમે તો જનતાની વચ્ચે જઇયે છીયે અને હમારો હિસાબ હમારો કરેલો વિકાસ જનતા સમાક્સ મૂકીએ છીયે પણ જેમને 50 વારસોમાં કાંઈ નથી કર્યું એ હમારી પાસે હિસાબ મંગે છે જનતા એમને હિસાબ આપશે.
અને ત્યારબાદ ગુજરાત ગૌરવ યાત્રા ફતેપુરા ગઈ હતી ત્યાં પણ સ્મૃતિ ઈરાની અને રૂપાણીએ ચબકા માર્યા હતા અને પછી મહીસાગર જિલ્લાના સંતરામપુર જાવા રવાના થયા હતા.
બાઈટ — સ્મૃતિ ઈરાની – કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર
બાઇટ — મુખ્યમંત્રી વિજય રૂપાણી


Related News

Comments are Closed

%d bloggers like this: