ઝાલોદની કોલેજમાં ફીના 10 હજાર રોકડા તથા ફોટો કેમેરાની તસ્કરી

  • કાર્યાલય તેમજ રૂમોના તાળાં તોડી 15 હજારના મુદ્દામાલની ચોરી
  • ઝાલોદ પોલીસ મથકે તસ્કરી કરનાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 04:00 AM IST

દાહોદ. ઝાલોદની શ્રી કે.આર.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને નિશાન બનાવી કાર્યાલય તથા અન્ય ચાર રૂમોના તાળા તોડી લાઇબ્રેરીમાં મુકેલા ફીના 10 હજાર રોકડા તથા ફોટોગ્રાફ કેમેરો મળી કુલ 15,000ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. આ સંદર્ભે ઝાલોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
ઝાલોદની શ્રી કે.આર.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કાર્યકારી આચાર્ય મધુકરભાઇ મુળજીભાઇ પટેલ તથા સ્ટાફના પટેલ અરવિંદભાઇ, પ્રવિણભાઇસેલક, ચીમનભાઇ પી. પ્રજાપતિ તથા મંગાભાઇ કામોળ તથા સુરેશભાઇ બારીયા અને સુનીલભાઇ તમામ લોકો તા.31 જુલાઇના સવારે આઠ વાગ્યે ઓફિસે આવ્યા હતા. ત્યાર બાદ કામકાજ કરી 12.30 વાગ્યાના અરસામાં ઓફીસ બંધ કરી જતા રહ્યા હતા.

તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચોર ઇસમોએ કોલેજને નિશાન બનાવી તાળા તોડી અંદર પ્રવેશ કરી ઓફીસના કાર્યાલયના તેમજ અન્ય ત્રણથી ચાર રૂમોના તાળા તોડી લાયબ્રેરી રૂમમાં મુકેલા ફીના આશરે 10,000 તથા યુજીસી નેટવર્ક સેન્ટરના રૂમમાં મુકેલ ફોટો ગ્રામ કેમેરો 5,000ની કિંમતનો ચોરી કરી લઇ ગયા હતા. આ સંદર્ભ મધુકરભાઇ પટેલે ઝાલોદ પોલીસ મથકે ચોર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: