ઝાલોદના ધારાસભ્ય દ્વારા દર્દીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ

  • કોરોના દર્દીને ઘરેથી અન્ય જિલ્લામાં જવા એમ્બ્યુલન્સનો લાભ મળશે

દિવ્ય ભાસ્કર

Aug 11, 2020, 04:16 AM IST

ઝાલોદ. દાહોદ જીલ્લામાં હાલમાં કોરોનાના કેસોમાં બેફામ વધારો નોંધાતો જોવા મળતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપેલો જોવા મળ્યો હતો. દાહોદ જીલ્લામાં શરૂઆતમાં કોરોના કેસો ધીમી ગતિએ નોંધાયા હતા. ત્યારે હાલમાં એકાએક જિલ્લા સહિત તાલુકાઓમાં 750 ઉપરાંત સતત કેસોમાં વધારો જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે ટીમો બનાવીને કામગીરી ચાલી રહી છે. ત્યારે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા પણ મદદમાં આવ્યા હતા. તેમણે પોતાના પગાર અને ગ્રાન્ટમાંથી ફાળવેલા તમામ એમ્બ્યુલન્સો કોરોના સંક્રમિત દર્દીઑની સેવામાં શરૂ કરી છે. ઝાલોદ તાલુકામાં કોઈ પણ કોરોના સંક્રમિત દર્દીને સારવાર માટે જિલ્લા બહાર પણ જવું હોય તો એમ્બ્યુલન્સ દ્વારા ખાસ સુવિધાનો લાભ મળશે. કોરોના સંકટમાં ધારાસભ્યની આ કામગીરી હાલમાં સોશિયલ મીડિયામાં વખણાતી જોવા મળી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: