જોખમનું પ્રમાણ વઘુ: દાહોદ શહેર અને જિલ્લામાં ખાનગી ટેસ્ટમાં પોઝિટિવ આવનારાના ઘરે સ્ટિકર અનિવાર્ય, કોરોના પોઝિટિવ લોકોના પરિવારજનો બિન્ધાસ્ત શહેરમાં ફરતા રહેતાં જોખમ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod City And District, Stickers Are Mandatory In The Homes Of Those Who Come Positive In The Private Test, The Families Of The Positive People Of Korona Are In Danger Of Moving Around The City.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેર-જિલ્લામાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા બાદ પોઝિટિવ આવેલ દર્દીના ઘરની બહાર પણ સંક્રમિત હોવાનું સ્ટીકર લગાવાય તો લોકોમાં સંક્રમણ ફેલાતું અટકી શકેે. છેલ્લા બે ઉપરાંત માસથી કોરોના સંક્રમિતોના નામ જાહેર થવાના બંધ થયા બાદ પણ તંત્ર તરફથી જે તે સંક્રમિતના ઘરની બહાર પતરાં અને સ્ટીકર લગાવાય છે જેથી તે વિસ્તારના લોકોને ખબર પડતા સાવચેત રહે છે. પરંતુ, દાહોદમાં ખાનગી ટેસ્ટમાં પોઝિટિવ આવેલ દર્દીઓના ઘરની બહાર સ્ટીકર નહીં લાગતું હોઈ લોકોને ખબર નથી પડતી.જેને લઈને અજાણપણે લોકો સંક્રમિત થવાની સંભાવના રહેલી છે.

દાહોદના વહીવટી તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલ કે અર્બન હેલ્થ સેન્ટર કે આરોગ્ય કેન્દ્રમાં Rtpcr કે રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલ દર્દીના ઘરે પતરાં મારી કોરોનાનું ઘર હોવાનું સ્ટીકર ચોંટાડે છે. તેમના પરિવારજનોને પણ નિયત દિવસ માટે હોમ કોરન્ટાઈનની ફરજ પડાય છે. ઘરની બહાર પતરાં વાગશે કે નામ જાહેર થશે તેવા ડરે અનેક લોકો લોકોને ખબર જ ના પડે તે માટે ખાનગીમાં પરીક્ષણ કરાવતા થયા છે.

દર્દીઓ પોઝિટિવ આવ્યા બાદ શહેરની કે બહારગામની ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી આવે છે.પરિવારજનો પણ કોરન્ટાઈન થવા બદલે બિન્દાસ બની બજારમાં ફરતા રહે છે. આવા કોરોનાગ્રસ્તોના આંકડા સરકાર દ્વારા નહીં મેળવતા હોઈ શહેરમાં સંક્રમણ વધતું હોવાનો પણ સુર વહેતો થયો છે.

ખાનગી પરીક્ષણોની માહિતી પણ બહાર પડાય તેવી લાગણી
બહુધા લોકો ખાનગી લેબોરેટરીમાં કે સીટી સ્કેનના આધારે કોરોના પોઝિટિવ આવેલા લોકોના પરિવારજનોના સંક્રમણથી અનેકો અસરગ્રસ્ત બનતા રહે છે. સરકારી તંત્ર દ્વારા મેળવીને તેમના ઘરની બહાર પણ કોરોના સંક્રમિતનું સ્ટીકર ચોંટાડવું જોઇએ તો કમસેકમ તેમના સંક્રમણમાં આવવાથી અંજાણ લોકો બચી શકે તેવી પણ લોકોની લાગણી ઊભી થવા પામી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: