જૈનાચાર્ય શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ મસ્ત રહેવા માટે મનમાં ખરાબ વિચાર નું સર્જન,સંગ્રહક,સંરક્ષક ,અને સમર્થક થી બચતા રહેજો.

NEWS SPONSERED BY
—RAHUL MOTORS—

જૈનાચાર્ય શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ
મસ્ત રહેવા માટે મનમાં ખરાબ વિચાર નું સર્જન,સંગ્રહક,સંરક્ષક ,અને સમર્થક થી બચતા રહેજો.
 
દાહોદ ની ધન્ય ધારા પર સરસ્વતીલબ્ધપ્રસાદ આચાર્ય દેવ રત્નસુંદર સુરીશ્વરજી મ. સાહેબ પ્રશ્નો તમારા ઉત્તર ગુરુદેવ શ્રી ના એ વિષય પર પ્રકાશ પડતા જણાવ્યું છે…શરીરમાં રોગ એ મારું ક્રિએશન નથી પણ ખરાબ વિચાર એ મારુ જ ક્રિએશન છે . ૧૦ થી ૧૨ પ્રશ્નો આવ્યા છે .એનું સારાંશ તરીકે ૪ વાત તમારી સમક્ષ કરવી છે….સળગતું લાકડું પકડવા ની જરૂર નથી તો… જે વિચાર મને દુઃખી કરે છે એ વિચારો કરવા ની જરૂર શુ છે ? મન ની ૪ બદમાંશી છે… ( ૧ ) મન ખરાબ વિચાર નું સર્જક છે. ( ૨ ) સંગ્રહક પણ છે. ( ૩ ) સંરક્ષક પણ છે.અને ( ૪ ) સવર્ધક પણ છે …..આ ૪ પ્રકાર નું મન આપણા જીવનની માજા બગાડી રહ્યું છે.. ઘરમાં રહેલો કચરો તો ઝાડુ થી સાફ થઇ જશે પણ મનમાં રહેલો કચરો તો તમારેજ સાફ કરવો પડશે…સમજો… કદાચ મન ખરાબ વિચારોનો સર્જક છે તો સંગ્રહ શુ કામ કરો છો ? ડિલેટ કરી નાખો…ખીસા માંથી પૈસા કાઢવા સહેલા છે, પણ મન માંથી વેર કાઢવો કઠિન છે.ખરાબ વિચાર ને સંરક્ષક શુકામ કારો છો, ભગવાન કે ગુરુ સમજાવે તો પણ ન સમજે તે સંરસક નો ભાવ છે… એક વાત ખાસ ધ્યાન રાખજો . ( ૧ )પરિવાર તરફથી અંન્યાય થાય કરશે ( ૨ ) અપમાન થાય કરશે. અને ( ૩ ) અવગણના થાય કરશે… તમે સાચા હસો તો ય અનન્ય થશે જ ,તમે સજ્જન હશો તોય અપમાન થશે જ અને સારા કર્યો કરશો તો પણ અવગણના થશે જ… આ સહન કરશો તો તમે રામ બની જશો. મીરા ને ઝેર નો પ્યાલો પરિવાર તરફ થી જ મળ્યો, રામ ને જંગલ માં પરિવાર તરફ થી જ મળ્યું …મન ખરાબ વિચાર નો સમર્થક છે… ગુરુને પણ કહી દે સાહેબ ! તમે સમજો … બે વર્ષ પહેલાં દીકરાએ ૫૦ કરોડ રૂ. મેળવવા માટે બાપનું ખુન કરવી નાખ્યું ..પકડાઈ ગયો છતાં ભૂલ કાબુલ કરવા તૈયાર નહોતો…છેલ્લે ગળા માં ગાંઠ હશે તો ખોરાક નહીં ઉતરેવ, રૂમાલ માં ગાંઠ હશે તો પૈસા નો સંગ્રહ નહીં થાય …શેરડી માં ગાંઠ હશે તો રસ નહીં મળે.એમ મન માં કોઈ ના પ્રત્યે ની ગાંઠ હશે તો પ્રસન્નતા નહીં ટકે…પહેલા નમ્બર માં ખરાબ વિચાર નું સર્જન જ નહીં કરતા સર્જન થાય તો ય સંગ્રહ નહીં કરતા, સંગ્રહ કરશો તો ય સંરક્ષક કે સમર્થન તો ક્યારે ય નહીં કરતા.

આવતી કાલે તારીખ 18.5.18 ગુરુજીનું દાહોદ નું છેલ્લું પ્રવચન — યાત્રા , શાંતિથી ક્રાંતિ તરફ 


Related News

Comments are Closed

%d bloggers like this: