જેતપુરથી પરંપરાગત લોકનૃત્ય સાથે એકતા રથનું સ્વાગત શુભારંભ સાથે પ્રસ્થાન કરાયું

દાહોદ. દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના જેતપુર ગામે એકતા યાત્રાના પ્રથમ દિવસે એકતા રથ યાત્રાનું જેતપુર સરપંચ…

  • Dahod - latest dahod news 022016

    દાહોદ. દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના જેતપુર ગામે એકતા યાત્રાના પ્રથમ દિવસે એકતા રથ યાત્રાનું જેતપુર સરપંચ મેનાબેન રામસિંગભાઇ ડામોરે કંકુ, તિલક, આરતી, ફુલહાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એકતા યાત્રા પ્રસ્થાન સમારોહમાં જિલ્લા પંચાયત સદસ્ય અને નિવૃત ડી.આઇ.જી. બી.ડી.વાઘેલાએ રાજય સરકારના નવ ભારત નિર્માણમાં સહિયારા પ્રયાસો કરીએ તેવુ આહવાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય લલિતભાઇ ભુરીયાએ પ્રાસંગોચિત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે સામાજીક કાર્યકર અને ગામડીના સરપંચ સમુભાઇ નિસરતાએ સરદાર પટેલના જીવન ચરિત્રની ઝાંખી કરાવી હતી. ઝાલોદ તાલુકા ભાજપા પ્રમુખ મુકેશ ડામોરે પ્રાસંગોચિત પ્રવચન કર્યુ હતુ. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે એકતા રથમાં પ્રસ્થાપિત પૂ.સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી સરદાર સાહેબને ભાવભીની ભાવાંજલી આપવામાં આવી હતી. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝંડી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરદાર વલ્લભભાઇ પટેલના જીવન-કવનની ઝાંખી દર્શાવતી ટેંકી ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: