જેકોટ અને રોઝમ ગામના ગુલાબના ફુલો અમદાવાદ વડોદરાના બજારોમાં વેચાય છે

કૃષિ મેળો

  • Dahod - જેકોટ અને રોઝમ ગામના ગુલાબના ફુલો અમદાવાદ વડોદરાના બજારોમાં વેચાય છે

    દાહોદ, જિલ્લા પંચાયત, જિલ્લા ખેતીવાડી શાખા અને દાહોદ, ખેડૂત તાલીમ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો ૨૦૧૮ નું આયોજન ભારત સરકારના આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને શીંગવડ, આમ્રકુંજ આશ્રમ શાળા પટાંગણ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોના હસ્તે સહાયના ધોરણે લાભાર્થીઓને ટ્રેક્ટર, સીડ કમ ફર્ટિલાઇઝર, પાવર થ્રેસર, દવા છાંટવાના પંપ, તાડપત્રી, અનાજ ઉણપવાના પંપ, પંપસેટ, ચણાના મફત મીની કીટના વિતરણ સાથે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતાં. કૃષિ મેળાને ખુલ્લે મુકતાં જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતુ કે પહેલાં દાહોદ જિલ્લામાં પ્રતિદિન માત્ર ૧૪૦૦૦ લીટર દૂધ ઉત્પાદન થતું હતું. જે આજે ૧,૦૦,૦૦૦ લીટર સુધી પહોંચી ગયું છે. જેને લઇને હવે પંચમહાલ ડેરીમાંથી જિલ્લામાં અલગ ડેરી ઉભી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રમેશચન્દ્ર પટેલે ખેડૂતે આજે પોતાની સમૃધ્ધિ માટે પોતાની જમીનનો ૩૩ ટકા ભાગ ખેતી માટે ૩૩ ટકા ભાગ વૃક્ષા રોપણ માટે ૩૩ ટકા ભાગ પશુપાલન વ્યવસાય માટે વાપરવી જોઇએ. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જિલ્લા પંચાયત નાયબ પશુપાલન નિયામક

    …અનુ. પાન. નં. 2

    શીંગવડમાં કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો યોજાયો હતો

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: