જિલ્લામાં 17.85 લાખની વસ્તીમાં કોરોના @ 3581: પંચમહાલમાં કોરોના રસીકરણ માટે 1087 ટીમ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા/દાહોદ/લુણાવાડા6 કલાક પહેલા

  • કૉપી લિંક

50 વર્ષથી ઉપરવાળી વ્યક્તિ અને 50 વર્ષથી નીચેની ઉંમરની ગંભીર બીમારીવાળી વ્યક્તિઓના સર્વેની કામગીરી 10 ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી.

  • સર્વે દરમિયાન 50 વર્ષથી ઉપરવાળા 3.24 લાખ લોકો શોધી કાઢયા
  • 50 વર્ષથી નીચેના 7500 કો-મોર્બિટ લોકો મળી આવ્યા

પંચમહાલ જિલ્લામાં કોરોનાની રસી મૂકવા માટે 50 વર્ષથી ઉપરવાળી વ્યક્તિ અને 50 વર્ષથી નીચેની ઉંમરની ગંભીર બીમારીવાળી વ્યક્તિઓના સર્વેની કામગીરી 10 ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી. આ સર્વેની કામગીરી ચાર દિવસમાં પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ આ કામગીરી 17 ડિસેમ્બરે પૂર્ણ થઇ હતી. જિલ્લામાં સર્વેલન્સની કામગીરીમાં 2311 મેમ્બરની 1087 ટીમો તાલુકાવાર મતદાર યાદી મુજબ સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેમાં 50 વર્ષ ઉપર અને 50 વર્ષ નીચેના લોકોની યાદી તૈયાર આરોગ્ય વિભાગને સોંપી હતી. સર્વેમાં જિલ્લામાં મતદાર યાદી મુજબ 50 વર્ષથી ઉપરની વ્યક્તિઓની કુલ સંખ્યા 3.44 લાખ હતી. જેમાંથી સર્વેલન્સ ટીમ દ્વારા 3.24 લાખ વ્યક્તિઓને શોધી કાઢીને તેમની યાદી તેયાર કરવામાં આવી હતી. જ્યારે 50 વર્ષથી નીચેની ગંભીર બીમારીવાળી વ્યક્તિઓ જિલ્લામાંથી 7500 જેટલા મળી આવી હતી. આ તમામ ડેટા આરોગ્ય વિભાગ દ્વારા મેળવીને ત્રીજા અને ચોથા તબક્કામાં તેઓને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે.

તાલુકાવાર સર્વેની વિગત
તાલુકા 50 વર્ષથી ઉપરની વ્યક્તિ

50 વર્ષથી નીચેની કો-મોર્બિટ વ્યક્તિ

જાંબુઘોડા 9496 509
હાલોલ 44,413 1130
કાલોલ 41,782 1098
ગોધરા 89410 1731
ઘોઘંબા 43225 973
શહેરા 52340 1062
મોરવા(હ) 33017 997
કોરોનાથી સંક્રમિતો
તાલુકો કુલ પોઝિટિવ
ગોધરા 1646
હાલોલ 1129
કાલોલ 547
જાંબુધોડા 12
શહેરા 139
ઘોઘંબા 73
મોરવા(હ) 35

શહેરમાં પોઝિટિવ રેટ 4.51%, ગ્રામ્ય વિસ્તારમાં 1.22% થયો
જિલ્લાની 17.85 લાખની વસ્તીમાં 18 ડિસેમ્બર સુધી 3581 લોકો કોરોનાગ્રસ્ત છે. જિલ્લાના શહેરી વિસ્તારમાં 4,52,236ની વસ્તીમાં 58 હજાર જેટલા ટેસ્ટ થયા હતા. જેમાંથી 2614 પોઝિટિવ આવતાં પોઝિટિવ રેટ 4.51 ટકા જેટલો થયો હતો. જ્યારે ગ્રામ્યની કુલ 13,32,855 વસ્તીમાં 76 હજાર ટેસ્ટ થયા હતા. જેમાંથી 967 પોઝિટિવ આવતાં ગ્રામ્યમાં 1.22 ટકા પોઝિટિવ રેટ થયો હતો.

પંચમહાલમાં શુક્રવારે કોરોનાના વધુ 18 પોઝિટિવ કેસ, કુલ આંક 3581
ગોધરા. પંચમહાલ જિલ્લામાં શુક્રવારે કોવિડ-19 સંક્રમણના નવા 18 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3581 થયા છે. 13 દર્દીઓને સારવાર બાદ રજા અપાતાં હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 156 રહ્યા છે, જેમની સારવાર હાથ ચાલી રહી છે. બે દિવસમાં કોરોનાના બે દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. હાલ તો આરોગ્ય વિભાગ તેઓના મોત નોન કોવિડમાં ગણી રહી છે. નવા કેસોમાં શહેરી વિસ્તારોમાંથી 13 કેસ મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 8 અને હાલોલમાંથી 5 કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2614 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી 5 કેસ મળી આવ્યા છે. જે પૈકી ગોધરા ગ્રામ્યમાંથી 1, હાલોલ ગ્રામ્યમાંથી 1, કાલોલ ગ્રામ્યમાંથી 1, શહેરા ગ્રામ્યમાંથી 1 અને મોરવાહડફ ગ્રામ્યમાંથી 1 કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા 967 થવા પામી છે. સારવાર બાદ સાજા થતાં શુક્રવારે કુલ 13 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3297 થઇ છે. જિલ્લામાં હાલ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 156 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

કોવિડ – 19 વેક્સિનેસન માટે ટાસ્ક ફોર્સ મીટિંગ યોજાઈ
પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કોવિડ-19 અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા અને આયોજન હેતુ જિલ્લા કક્ષાના તમામ વિભાગના અધિકારીઓની જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ મીટિંગ યોજાઇ હતી. જિલ્લા કલેકટરે Rtpcr ટેસ્ટની સમીક્ષા અને ટેસ્ટ વધારવા માટે આયોજન કરવા, કોન્ટેક્ટ ટ્રેસિંગમાં વધારો કરવા, એન્ટિજન ટેસ્ટની એન્ટ્રી સમયમર્યાદામાં પૂર્ણ કરવા, ટાર્ગેટ મુજબ સર્વેની કામગીરી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. રસીકરણ માટે PHC લેવલની પ્રાથમિક તૈયારીઓ એડવાન્સમાં પૂર્ણ કરવા, કોવિડ-19 વેક્સિનેસન કામગીરી માટે વેઇટિંગ રૂમ મોટો અને હવા ઉજાસવાળો રહે તેવો પસંદ કરવા સૂચના આપી હતી. વેક્સિનેસન કામગીરી માટે જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓના કર્મચારીઓનો સ્વયંસેવક તરીકે સહકાર મળી રહે તે માટે આયોજન કરવા પણ સૂચના આપી હતી.

મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ
મહીસાગર જિલ્લામાં શુક્રવારે વધુ 8 કેસ જાહેર થયા છે. જેમાં બાલાસિનોરની 1 સ્ત્રી, લુણાવાડાના 2 પુરુષ, સંતરામપુરની 1 સ્ત્રી, 2 પુરુષ, વિરપુરની 1 સ્ત્રી અને 1 પુરુષનો સમાવેશ થાય છે. આ સાથે જિલ્લામાં કુલ 1866 કેસ નોધાયા છે. જ્યારે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોરની 1 સ્ત્રી, કડાણાના 1 પુરુષ, ખાનપુરની 1 સ્ત્રી, 3 પુરુષ, લુણાવાડાની 2 સ્ત્રી, 2 પુરુષ, સંતરામપુરના 1 પુરુષ, વિરપુરની1 સ્ત્રી, 3 પુરુષે કોરોનાને માત આપતાં જિલ્લામાં કુલ 1758 લોકો સ્વસ્થ થયા છે.

દાહોદ શહેરના 8 સહિત જિલ્લામાં19 કેસ જાહેર
દાહોદ જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા 19 કેસ નોંધાયા હતા. જેમાં દાહોદ શહેરના 8, ઝાલોદ શહેરના 3 – ગ્રામ્યના 4 કેસ અને દાહોદ ગ્રામ્ય, દેવગઢ બારીયા શહેરી વિસ્તાર, ગરબાડા તથા ફતેપુરામાં 1 -1 પોઝિટિવ હોવાનું નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં શહેરી વિસ્તારના 1491 અને ગ્રામ્ય વિસ્તારોના 973 દર્દીઓ સાથે કુલ 2464 કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: