જિલ્લામાં શિક્ષક દિવસેે વિવિધ કાર્યક્રમો યોજાયાં, હાલોલની જેપુરા કેન્દ્રવર્તી શાળાના આચાર્યને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Various Programs Were Held In The District On Teacher’s Day, Award Of Best Teacher To The Principal Of Jepura Central School Of Halol

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવર્તી શાળાનાં આચાર્ય અને શિક્ષણ ક્ષેત્રે કાઠુ કાઢનાર એવા અતુલકુમાર નાનજીભાઈ પંચાલને તેઓની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ ના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો.

દાહોદમાં પંજાબ બેન્ક દ્વારા સ્કૂલોમાં સેનિટાઈઝર સહિત બોલપેનનું વિતરણ
સમગ્ર દેશમાં 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે કોરોના મહામારી ચાલતી હોય પંજાબ નેશનલ બેન્ક દાહોદ દ્વારા દાહોદની સનરાઈઝ સ્કૂલમાં શિક્ષકો, ટ્રસ્ટીઓને સેનેટાઈજરની બોટલ, માસ્ક, બોલપેન આપી સન્માન કરાયું.

દાંતીયાવર્ગ પ્રા.શાળાના શિક્ષકનું સન્માન
પંચમહાલ જિલ્લાના 3 શ્રેષ્ઠ શિક્ષકો પૈકી મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ પ્રા.શાળામાં આ.શિક્ષક ઇમરાન શેખ કે જેઓ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નેશનલ કક્ષા સુધી પસંદગી પામ્યા તેમને જિલ્લા શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા.

હાલોલની કલરવ શાળામાં અનોખી રીતે શિક્ષક દિનની ઉજવણી
હાલોલ નગરમાં આવેલ સુપ્રસિદ્ધ કલરવ શાળામાં ૫ મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. કોરોના નામની વૈશ્વિક મહામારી ને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ. શાળાના આચાર્ય ડો . કલ્પનાબેન જોષીપુરા તેમજ શાળાના વહીવટકર્તા હાર્દિક જોષીપુરા ના માર્ગદર્શન હેઠળ એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીઓ પરોક્ષ રીતે શિક્ષક દિનની ઉજવણી માણી શકે તેઓ પ્રયત્ન શાળાના શિક્ષકો અને એક દિવસના શિક્ષકોએ કર્યો. શિક્ષકોએ પણ પ્રથમ પોતાના વિડીયો બનાવ્યા અને પાંચમી સપ્ટેમ્બરે આ વિડીયો વિદ્યાર્થીઓની મોકલાવ્યાં હતા.

મોરવામાં BRC કો-ઓર્ડીનેટર શ્રેષ્ઠ શિક્ષક
મોરવા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક હેઠળ અત્યાર સુધી 4 અેવોર્ડ મેળવનારતાલુકાના યુવા,ઉત્સાહી,ખન્તીલા તેમજ હંમેશા બાળ વિકાસમાં વેગ આપનાર બી.આર.સી.કો-ઓર્ડીનેટર દિનેશભાઇ જે.પરમારનું 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાયું હતું.}દીર્ધ ગાંધી

પટવાણ પ્રાથમિક શાળાનાં શિક્ષકનું સન્માન
લીમખેડા તાલુકાનાં અગારા(ઉ) પગાર કેન્દ્રના સી.આર.સી.બારમાં આવેલી પટવાણ પ્રાથમિક શાળાનાં શિક્ષક ફતેસિંહ સબુરભાઈ બારીઆની પસંદગી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે થતાં તેમને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડનાં હસ્તે શાલ ઓઢાડી ચેક અર્પણ કરી સન્માનિત કરાયા.

0


Related News

Comments are Closed

%d bloggers like this: