જિલ્લામાં ખેડૂતની જમીન ખરીદી અંગેના નિર્ણય મામલે લોકોમાં અસમંજસની સ્થિતિ

ગોધરા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ખેતીની જમીન હવે બિનખેડૂત પણ ખરીદી શકશે-સરકાર
  • પડતર જમીન પર શૈક્ષણિક સંકુલો બની શકશે
  • નોટિફિકેશન આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે તેવો નિષ્ણાંતોનો મત
  • જાહેરાત ચર્ચાનો વિષય

બિનખેડૂત વ્યકિત કૃષિ, પશુપાલન, મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકવાની રાજ્ય સરકારની જાહેરાત દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી. અત્યાર સધી ગુજરાતના મહેસૂલી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીન ખરીદી શકતો હતો, પરંતુ વિવિધ મુદા પર બિઝનેસને આગળ વધારવાની દિશામાં મુખ્યમંત્રીએ મંત્રીમંડળની બેઠકમાં ખેતીની જમીન હવે ખેડૂત ન હોય તેવા લોકો પણ ખરીદી શકશે તેવી જાહેરાત કરી હતી. જોકે, આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં 73 AAની જોગવાઇને કારણે અસમંજસની સ્થિતિ સર્જાઇ હતી.

જાહેરાતમાં ગણોત કાયદાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે, કૃષિ યુનિ., પશુપાલન યુનિ., મેડિકલ કોલેજ, ઈજનેરી કોલેજ અને અન્ય શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા કલેકટરની પરવાની લેવી નહીં પડે આવી જમીન ખરીદયા બાદ મહિનામાં કલેકટરને જાણ કરવી પડશે. 73AA મામલે કોઇ સ્પષ્ટતા નહીં થઇ શકતા આ જાહેરાત જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી. જોકે શૈક્ષણિક સંકુલો બનાવવા આ જમીનનો ઉપયોગ થશે તો જિલ્લાના વિકાસને વેગ મળશે.

નોટિફિકેશન બાદ કંઇ કહી શકાય
રાજ્ય સરકારે જાહેરાત કરી છે પરંતુ તેનું નોટિફિકેશન આવ્યા બાદ તેનો અભ્યાસ કરીને જ કંઇ કહી શકાય તેમ છે. – વિજય ખરાડી, કલેક્ટર,દાહોદ

હજુ નિર્ણયનું નોટિફિકેશન આવ્યું નથી
રાજ્ય સરકાર દ્વારા કેબિનટમાં નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ હજુ નિર્ણયનું નોટિફિકેશન આવ્યું નથી. જેથી આના વિશે હમણાં કશું કહેવાય નહિ. – અમિત અરોરા, કલેકટર, ગોધરા

0






Related News

Comments are Closed

%d bloggers like this: