જિલ્લાભરમાં દશેરાની ઉજવણી ફિક્કી બનશે, જિલ્લાભરમાં દશેરાની ઉજવણી ફિક્કી બનશે

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં આ વખતે પહેલી જ વખત કોરોનાના લીધે દશેરાની ઉજવણી ઉપર મોટી અસર પડી છે. દાહોદમાં પરેલના સાત રસ્તા, ગોવિંદ નગર, ગુજરાતીવાડ, ગોદીરોડ, ગોધરારોડ સહિતના વિસ્તારોમાં જે તે આયોજક મંડળો દ્વારા રાવણ દહન કે તેની સાથે યોજાતી રામલીલા જેવા કાર્યક્રમો પર સરકારી ગાઇડલાઇન અનુસાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો સાથે દાહોદવાસીઓમાં દશેરાના પર્વે સર્વપ્રિય એવા ફાફડા અને જલેબીનું વેચાણ પણ સ્વાભિક રીતે ઝાંખું રહે તેવું જોવાઈ રહ્યું છે.

કોરોનામાં બહારની ચીજવસ્તુઓ ખાવા પર લોકોએ સ્વયંભૂ રોક લગાવી હોઈ દાહોદના ફરસાણ અને મીઠાઈ વિક્રેતાઓએ સમજીને જ ગત વર્ષ કરતા ઓછા પ્રમાણમાં ફાફડા અને જલેબીની તૈયારીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે. જન્માષ્ટમી, રક્ષાબંધન, 15 ઓગષ્ટ કે નવરાત્રી જેવા પર્વો પણ અત્યંત સાદગીપૂર્ણ રીતે લોકો એકઠા ના થાય તે રીતે ઉજવાયા હોઈ દશેરા પણ તે જ રીતે ઉજવાશે તેવી સંભાવનાઓ જોતા લોકોએ સાદગીસભર સંપન્ન થયેલ નવરાત્રીના આઠમના હવન ટાણે માતાજીને પ્રાર્થના કરી હતી કે કોરોણાની મહામારી ઝડપભેર વિદાય લે અને દાહોદથી દિલ્હી સુધી વસતા ભારતીયો સહિત વિશ્વભરમાં દિપોત્સવના પવન પર્વ અગાઉ કોરોનાનું સંક્રમણ અટકે તેવી એકમેકને શુભેચ્છાઓ પણ આપી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: