જિંદગી ગુમાવી: દાહોદ શહેરમાં એક જ દિવસમા બે અલગ ઘટનામા એક યુવક અને યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Young Man And A Young Woman Committed Suicide By Hanging Themselves In Two Separate Incidents On The Same Day In Dahod City.

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેરમાં સમનવય એપાર્ટમેન્ટ અને તીર્થ કોમ્પ્લેક્ષમાં બનેલી ઘટનાઓથી ખળભળાટ

દાહોદ શહેરમાં બે જુદી જુદી જગ્યાએ એક મહિલા સહિત બે જણાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. પંથકમાં એકજ દિવસમાં બે આત્મહત્યાના બનાવોને પગલે ખળભળાટ મચી ગયો છે. ત્યારે બીજી તરફ આ બંન્ને આત્મહત્યાના બનાવોને પગલે અનેક શંકા કુશંકાઓ પણ વહેતી થવા માંડી છે.

આત્મહત્યાનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં આવેલા રામનગર રોડ ગોવિંદનગર ખાતે સમન્વય એપાર્ટમેન્ટમાં બન્યો હતો. જેમાં આ એપાર્ટમેન્ટમાં રહેતાં 44 વર્ષીય અમીતકુમાર જયંતિભાઈ (દરજી) કાપડીયાએ પોતાના ઘરમા જ અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. બનાવને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે લાશનો કબજો મેળવી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દીધી હતી. આ સંબંધે ધર્મેશ ચંદ્રરકાંન્તભાઈ પરમાર (રહે. દરજી સોસાયટી, મંડાવાવ રોડ, દાહોદ) દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે જાણવા જોગ આપતાં આ સંબંધે દાહોદ શહેર પોલીસે સી.આર.પી.સી.કલમ મુજબ અકસ્માત મોતના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે.

આત્મહત્યાનો બીજો બનાવ પણ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં શહેરમાં આવેલ જલવિહાર સોસાયટી, તીર્થ કોમ્પલેક્ષના મકાન નંબર 202માં રહેતાં 38 વર્ષીય સોનાલીબેન વિનયકુમાર શાહે અગમ્ય કારણઓસર પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કરૂણાંતિકા છવાઈ ગઈ હતી.

ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે દોડી ગયેલા પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો હતો. આ સંબંધે મૃતક સોનાલીબેનના પતિ વિનયકુમાર નલીનકાંન્ત શાહ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે જાણવા જોગ આપતાં આ સંબંધે દાહોદ શહેર પોલીસે સી.આર.પી.સી. કલમ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: