જિંદગીનો અંત: ‘મારો ઘરવાળો છોકરીને લઇને ભાગી ગયો છે, તેને ફાંસીએ ચડાવજો’, ચિઠ્ઠીમાં કરૂણ વ્યથા લખીને દાહોદમાં પરિણીતાએ પુત્ર સાથે જીવન ટુંકાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
ચિઠ્ઠીમાં મહિલાએ વ્યથા લખી - Divya Bhaskar

ચિઠ્ઠીમાં મહિલાએ વ્યથા લખી

  • દેવગઢ બારીઆના અસાયડી ગામે રેલ્વે ટ્રેકની બાજુમાંથી મહિલા અને બાળકની લાશ મળી
  • ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જ્યારે માનવી પાસે સહનશક્તિ ખૂટી જાય છે ત્યારે તે ભાવનાઓમાં આવીને ખુદનો અંત લાવી દે છે. આવી જ કંઇક ઘટના દાહોદના અસાયડી ગામેથી સામે આવી છે. પતિ પ્રેમીકાને લઇને ભાગી જતાં પરિણીતાએ ચિઠ્ઠી લખીને નાના બાળક સાથે મોતને વહાલું કર્યું છે. મહિલાએ ચિઠ્ઠીમાં પ્રેમીકા સાથે ભાગી ગયેલા પતિને ફાંસીની સજા આપવાની માંગ પણ કરી છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે રેલ્વે ટ્રેકની બાજુમાંથી એક મહિલા અને બાળકની લાશ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃતક મહિલાની નજીકમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં પોતાનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે ભાગી જતાં પોતે પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ ચિઠ્ઠીમાં કરવામાં આવ્યો છે. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી દીધો છે.

લોહી લુહાણ હાલતમાં મૃતદેહ જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી
મળતી માહિતી પ્રમાણે, આજે દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે આવેલા રેલ્વે ટ્રેકની પાસે એક મહિલા અને થોડે દુર એક બાળકની લાશ જોવા મળતાં આસપાસના લોકો સહિત ગ્રામજનો દોડી આવ્યાં હતાં. સ્થાનિકોએ ઘટનાની જાણ નજીકના પોલીસ સ્ટેશને કરતાં તાબડતોડ પોલીસ દોડી આવી હતી. લોહી લુહાણ હાલતમાં મહિલા અને બાળકની લાશ સ્થળ પર પડી હતી, સ્થિતીને જોઇ એકક્ષણે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ચિઠ્ઠીમાં મહિલાએ પોતાની કરૂણ વ્યથા લખી
પોલીસે તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરી 108 મારફતે બંન્નેના મૃતદેહોને પીએમ અર્થ ખસેડવાની તજવીજ પણ હાથ ધરી હતી. મૃતક મહિલાની નજીકમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં લખ્યું છે કે, ‘હું પોતે શર્મિષ્ઠાબેન અને આ મારા ખોળામાં છે એ મારો છોકરો મિત છે જે કોઈ આ કારણ છે એ હું દર્શાવું છે કે મારો ઘરવાળો એક છોકરીને લઈને ભાગી ગયો છે તો આ બંન્નેને ગમે તે રીતે મેળવીને ફાંસીએ ચડાવજો આ મારી તમને નમ્ર વિનંતી છે. આ કારણે હું મારા છોકરાને લઈને આત્મહત્યા કરૂં છું.’ આમ, આ ચિઠ્ઠીમાં લખાણને પગલે ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ, મૃતક મહિલા લીમખેડાના વડેલા ગામની પરણિતા છે. પોતાના પતિએ ગામની કોઈ છોકરીને રાખી હોવાને કારણે આ પરણિતાએ પોતાના વ્હાલસોયા પુત્ર સાથે આ પગલું ભર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખી પોલીસે વધું તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: