જાહેરનામુ: દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે પ્રતિબંધાત્મક આદેશો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરીને પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. આગામી તા. ૨૫ સુધી અમલમાં રહેનારા આ જાહેરનામામાં એવો આદેશ કર્યો છે કે, આકાશમાં પતંગ ચઢાવવા માટે કાચનો પાવડર ઘસીને તૈયાર કરેલી નાયલોન અથવા અન્ય સિન્થેટિક પદાર્થોથી કોટિંગ કરી હોય અથછા નોન બાયો ડિગ્રેડેબલ હોય તેવી દોરી ચાઇનિઝ માંઝાનો ઉપયોગ કરવો નહી. જેથી પ્લાસ્ટિકની કે સિન્થેટિક માંઝાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્કાય લેન્ટર્ન એટલે કે ચાઇનિઝ તુક્કલ સળગાવીને ઉડાડી શકાશે નહી. આગળ ઉલ્લેખ કર્યો તે વસ્તુઓનું વેચાણ, આયાત કે સંગ્રહ કરી શકાશે નહી. વીજળીના તાર ઉપર લંગર નાખી પતંગ કે દોરી ઉતારવાનો પ્રયાસ કરવો નહી. સવારના ૬ થી ૮ વાગ્યા અને સાંજના પાંચથી સાત વાગ્યા દરમિયાન આકાશમાં પક્ષીઓની અવરજવર રહેતી હોવાથી પતંગો ઉડાવી શકાશે નહી.






Related News

Comments are Closed

%d bloggers like this: