જાહેરનામા દ્વારા આદેશ: દાહોદના 10 ગામોમાં દર 10 દિવસે ટેસ્ટ ફરજિયાત કરાવવા કલેક્ટરનો આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વેપારીઓ-દુકાનદારો અને ફેરિયાઓએ ટેસ્ટ કરાવવો પડશે
  • લીમડી, સુખસર, સંજેલી, સીંગવડ, પીપલોદ, લીમખેડા, પાલ્લી, ધાનપુર, ગરબાડા, જેસાવાડાનો સમાવેશ કરાયો

દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો મોટી સંખ્યામાં નોંધાતા હોય કલેક્ટર વિજય ખરાડીએ 10 ગામોના વેપારીઓ-દુકાનદારો-ફેરીયાઓ અને તેમને ત્યાં કામ કરનારા શ્રમિકોને પણ દર 10 દિવસે રેપીડ, આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાવવાનો રહેશે તેવો એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ ગામોમાં લીમડી ગામ, સુખસર, સંજેલી, સીંગવડ, પીપલોદ, લીમખેડા, પાલ્લી, ધાનપુર, ગરબાડા, જેસાવાડા ગામનો સમાવેશ થાય છે. અહીંના તમામ દુકાનદારો, ફેરીયાઓ, લારીગલ્લાવાળા, શાકભાજી માર્કેટ કે અન્ય રીટેલ બિઝનેશ કરનારા તમામ વેપારીઓ અને તેમને ત્યાં કામ કરનારા શ્રમિકોએ દર 10 દિવસે રેપીડ-આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવાનો રહેશે. જાહેરનામા મુજબ દરેક વેપારીએ અને તેમને ત્યાં કામ કરનારા શ્રમિકનો ટેસ્ટ કરાવી, નેગેટિવ ટેસ્ટીંગ સહિતનું કોરોના ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે.

તાલુકા વિકાસ અધિકારી અને તેઓના નિયુક્ત કરેલા પ્રતિનિધિ અને પોલીસ અધિકારીને વેપારીના કોરોના નેગેટિવ રિપોર્ટની ચકાસણી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામું ઉક્ત જણાવેલા ગામોમાં તા. 28 એપ્રીલથી આગામી તા. 31 મે સુધી અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: