જામીન નામંજૂર: ​​​​​​​દાહોદના વાંકીયામાં લગ્નમાં ધિંગાણુ મચાવી લૂંટ કરનારા 47 ના જામીન નામંજૂર થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • મારક હથિયારો સાથે આવી નવવધુ અને મહેમાનોના દાગીના લૂંટયા હતા

દાહોદ તાલુકાના વાંકીયા ગામે લગભગ આઠેક દિવસ અગાઉ એક વ્યક્તિની પુત્રીના લગ્નમાં ગામમાં જ રહેતા 47 જેટલા હથિયારધારી ઇસમોએ લૂંટ ચલાવી હતી. સોના – ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ટોળાએ ધીંગાણું મચાવ્યા બાદ એકશનમાં આવેલી પોલીસે આ લૂંટમાં સામેલ તમામની અટકાયત કરી દાહોદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તમામના જામીન નામંજૂર કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

સબુડીબેનના લગ્ન પ્રસંગમાં હથિયારો સાથે હુમલો કર્યો હતો

ગત તારીખ 29મી એપ્રિલના રોજ દાહોદ તાલુકાના વાંકીયા ગામે ચકચારી બનાવ બન્યો હતો. જેમાં પટેલ ફળિયામાં રહેતા રમેશભાઈ સકરીયાભાઈ મોહનીયાની પુત્રી સબુડીબેનના લગ્ન પ્રસંગમાં ગામમાં જ રહેતા ખેમચંદભાઈ ભીમાભાઇ સંગાડા, હિંદુભાઈ ગનજીભાઈ સંગાડા, સિલિયાભાઈ ગનજીભાઈ સંગાડા, રમેશભાઈ ભીમાભાઇ સંગાડા તથા તેમની સાથે બીજા 45 જેટલા વ્યક્તિઓના ટોળાએ સબુડીબેનના લગ્ન પ્રસંગમાં મારક હથિયારો સાથે આવી કિકિયારીઓ કરી ટોળું ધસી આવ્યું હતું.

પ્રસંગમાં આવેલ મહેમાનો તેમજ કન્યા સબુડીબેને પહેરી રાખેલ સોના – ચાંદીના દાગીનાની સરેઆમ લૂંટ ચલાવતા પંથકમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યારે પોલીસે ઉપરોક્ત ટોળાના માણસોને ઝડપી પાડયા હતા. અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ઝડપી પાડવામાં આવેલા આરોપીઓને દાહોદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં બનાવની ગંભીરતાને તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોર્ટે તમામના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: