જાતિઅપમાનિત કરી વૃદ્ધને ધમકી આપતાં ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વૃદ્ધે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

રૂવાબારીના રયજીભાઇ હરીજન તા.14મીએે પરિવાર સાથે ઘરે હતા. ત્યારે દિલીપ પટેલ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી જાતિ અપમાનિત શબ્દો બોલી તમારી જમીન ખાલી કરીને અહીથી જતા રહો નહી તોે બધાને મારી નાખીશ તેમ કહી રયજીને માર્યો હતો. ત્યારે દિલીપની પત્ની લતાબેન તથા દામાભાઇ આવી તેને ઘરે ખેંચી લઇ ગયા હતા.

ત્યાર બાદ બીજા દિવસે સવારે દિલીપ પટેલ તથા તેરસીંગ પટેલ, લેમજી માસુખ પટેલ અને દામા માસુખ પટેલ રજીયભાઇના ઘરે જઇ સાલા ભંગડા બરા નિકળ તને આજે મારી નાખવાનો છે તને અહી રહેવા દેવાનો નથી તને મારવા માટે કામઠી અને ધારીયુ લઇને આવીશુ તેમ કહી ગાળો બોલતા બોલતા જતા રહ્યા હતા. જેથી આ બાબતે રયજીભાઇએ ગામના સરપંચને જાણ કરતાં પંચ ભેગુ કરી આ બાબતે નિકાલ કરવા જણાવ્યું હતું પરંતુ નિકાલ નહી આવતાં રયજીભાઇ હરીજને દેવગઢ બારિયા પોલીસ મથકે ચારેય ઇસમો વિરૂદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: