જાગૃતિ અભિયાન: સંજેલી વહીવટી તંત્ર કોરોના વેકસિનેશન અભિયાન માટે બજારમાં પગપાળા નીકળ્યું

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મામલતદાર, ટીડીઓ, ટીએચઓએ સ્ટાફ સાથે બજારમાં વેપારીઓને સમજાવ્યાં

સંજેલી તાલુકામાં 56 ગામનો સમાવેશ થાય છે. તેને ધ્યાને લઇને તંત્ર દ્વારા પણ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક સામુહિક આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ અભિયાન અંતર્ગત વેક્સિનેશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવેલ છે.

તાલુકામાં 18 થી 44 વર્ષના 29 હજાર જેટલા મતદારો નોંધાયેલા છે. પરંતુ ગ્રામ્યમાં લોકો ખોટી અફવાઓમાં ડોઝ લેવા ગભરાઈ રહ્યાં છે. જ્યારે છેક રાજસ્થાનથી 100 કિમીનો ધક્કો સમય અને રૂપિયાનો બગાડ કરીને વેક્સિનનો ડોઝ માટે આવતા હોય છે. જેથી આવી ખોટી અફવાઓથી દૂર રહી વહેલી તકે વેક્સિનેશનના ડોઝ લેવા માટે અનાજ કરિયાણા, ચપ્પલ, કાપડના અને શાકભાજી સહિતના નાના મોટા ધંધા રોજગાર કરતા વેપારીઓને અને ગ્રાહકોને ઝડપથી વેકસીનેશન ડોઝ લેવા માટે સંજેલી મામલતદાર પી આઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણા, બ્લોક હેલ્થ ઓફિસર એમ એન આલમના, ટીડીઓ મનોજ ભુરિયા, મહેસુલી મામલતદાર બીએસ સોલંકી, પુરવઠા મામલતદાર સુજલ ચૌધરી, હેલ્થ ક્લાર્ક આર આર સંગાડાની ટીમે સ્ટાફ સાથે રસીકરણ માટે અભિયાન હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: