જાગૃતિ અભિયાન: દાહોદ જિલ્લામાં મહિલા સુરક્ષા સમિતિઓની રચના
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- બે દિવસમાં મામલતદારાનેે કાર્યક્ષેત્રના તમામ ગામોની મુલાકાત લઇ રિપોર્ટ કરવા જણાવ્યું
ધાનપુરના ખજૂરી ગામે એક પરિણીતા સાથે બનેલા અમાનવીય બનાવને કેન્દ્રસ્થ રાખીને ભવિષ્યમાં આવા બનાવો નિવારી શકાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિ બનાવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લાના તમામ મામતલદારોએ આ આ આદેશનું તત્કાલ અમલીકરણ કરી ગરબાડા, ધાનપુર અને દાહોદ તાલુકાના આંતરરાજ્ય સરહદ ઉપર આવેલા ગામોમાં મુલાકાત લઇ મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને પ્રજાજનોમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે અભિયાન ચલાવવા જણાવ્યું છે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ એક આદેશથી જિલ્લાના તમામ મામલતદારોને તાત્કાલિક ગ્રામ્ય કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિની રચના કરવા જણાવ્યું છે અને સમિતિની રચના કર્યા બાદ તુરત બે દિવસમાં મામલતદારે તેમના કાર્યક્ષેત્રના તમામ ગામોની મુલાકાત લઇ તેનો રિપોર્ટ આપવાનો રહેશે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ ધાનપુરના ખજૂરી ખાતે નારીગૌરવ હનનની બનેલી ઘૃણાસ્પદ ઘટના બાદ ગામે ગામ મહિલાઓના હકો અને સુરક્ષા બાબતે જાગૃતિ આવે એ માટે કાર્યક્રમો યોજી એક ઝુંબેશરૂપે લોકોમાં અવેરનેસ લાવવા અભિયાન ચલાવવા જણાવ્યું છે. આ ઉપરાંત તમામ મામલતદારોને મહિલાઓ અત્યાચારનો ભોગ ન બને એ માટે મહિલા સુરક્ષા સમિતિ સક્રીયતાથી કામ કરે એ બાબત સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ સમિતિ ગ્રામ્યકક્ષાની છે અને મામલતદારો દ્વારા તેમા પોલીસકર્મી સહિતના સભ્યો નિમવામાં આવ્યા છે. મામલતદાર દ્વારા તેમના કાર્યક્ષેત્રના દરેક ગામની બે દિવસમાં જ મુલાકાત લઇ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
ખજૂરીના 11ના રિમાન્ડ પૂર્ણ થતાં જેલભેગા
ધાનપુર તાલુકાના ખજુરી ગામમાં પ્રેમી સાથે ભાગી જવાના બનાવને લઇને મહિલા સાથે જે બર્બરતા આચરવામાં આવી હતી. તેમાં પ્રથમ 19 સામે ગુનો દાખલ કરીને તેમાં સંડોવાયેલો આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જેમાં આ 11 આરોપીઓના રિમાન્ડ આજ રોજ પૂર્ણ થતા હોય તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ બાળ આરોપી પૈકીના બેને બાળ રીમાન્ડ હોમમાં વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. તેમજ એકની ઉંમર નાની હોવાથી તેને મુક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે એક નવુ નામ આ ગુનામાં સંડોવાયેલા હોય જે બહાર આવતા તેની પણ ધરપકડ ધાનપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
આમ કુલ 26 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકીના 6 ને આજરોજ ધાનપુર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. તેમના 24 કલાક એટલે કે એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આમ આ ગુનામાં સંડોવાયેલા તમામની સામે ગુનાની ગંભીરતાને લઇને યોગ્ય દાખલો બેસે તે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે જે પૈકીના પ્રથમ પકડાયેલા 11 આરોપીઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
પતિ પીડિતાને 5 વર્ષથી ત્રાસ આપતો હતો
દાહોદ જિલ્લાના ખજુરી ગામમાં પ્રેમી પાસે જતી રહેલી યુવતિના ખભા ઉપર પતિને બેસાડીને વરઘોડો કાઢવા સાથે તેને નિર્વસ્ત્ર કરવાની ઘટના આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. ત્યારે આ પ્રકરણ બાદ યુવતિએ પતિ છેલ્લા 5 વર્ષથી વિવિધ કારણો સામે ધરીને શારીરિક-માનસિક ત્રાસ ગુજારતો હોવાની ફરિયાદ ધાનપુર પોલીસ મથકે નોંધાવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed