જન-મતજાગૃતિ: મતદાર જાગૃતિ માટે દાહોદ નગરમાં કલેક્ટરના નેતૃત્વ હેઠળ સાયકલ રેલી યોજાઇ, નારા લગાવીને મતજાગૃતિ ફેલાવી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Cycle Rally Was Held In Dahod Town Under The Leadership Of The Collector For Voter Awareness, Spreading Awareness By Chanting Slogans.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સાયકલ રેલી સર્કિટ હાઉસથી શરૂ થઇને નગરના વિવિધ વિસ્તારોમાં ફરી આ રેલીએ 13 કિલોમિટર લાંબા રૂટમાં ફરીને નારા લગાવી લોકોમાં મતજાગૃતિ ફેલાવી

આગામી 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેના કારણે મતદારોમાં જાગૃતિ કેળવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રવિવારના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું નેતૃત્વ કલેક્ટર વિજય ખરાડીએ કર્યું હતું.

સાયકલ રેલીની કમાન કલેક્ટરે સંભાળી સાયકલ રેલી પહેલા કલેક્ટરે જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. જેમાં ચૂંટણી પ્રક્રીયા લોકશાહીની આત્મા છે અને તેને દેશના નાગરિકો ચૂંટણી સમયે મતદાન કરીને જીવંત તથા તંદુરસ્ત રાખે છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, મતદાન કરવું તે તમામ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. મતદાનમાં લોકોનો મહત્વનો ફાળો રહેલો હોય છે, તેથી લોકોમાં જાગૃતિ કેળવવા માટે અને તેઓ ચૂંટણીમાં સહભાગી બને તે અર્થે કલેક્ટર વિજય ખરાડીએ સાયકલ રેલીની કમાન સંભાળી હતી.

મતદાન જાગૃતિ અર્થે નારાઓ લગાવાયા સાયકલ રેલીમાં અનેક લોકોએ ભાગ લીધો હતો, જેમાં કલેક્ટર વિજય ખરાડી, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર એ. એ. પટેલ ઉપરાંત નગરના અન્ય સાયકલિસ્ટો જોડાયા હતા. આ રેલી સર્કિટ હાઉસથી શરૂ કરવામાં આવી હતી અને ત્યારપછી સાયકલ સવારોએ રેલીને આગળ વધારતા નગરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું. આ સાયકલ રેલી 13 કિલોમિટર લાંબા રૂટમાં યોજાઇ હતી, જેમાં સાયકલસવારોએ મતદાન અંગે જાગૃતિ ફેલાવતા નારા લગાવીને નગરજનોને મત આપવા માટે અનુરોધ કર્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: