છેલ્લી સફર: કાજીપુરથી નીકળેલા દંપતિ પૈકી પત્નીનું ટ્રેનમાં આકસ્મિક મોત થયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ રેલવે સ્ટેશન પર મૃતદેહને અધવચ્ચે ઉતારી પીએમ માટે મોકલ્યો

કાજીપુરથી ટ્રેનમાં બેસી એક દંપતિ મુસાફરી કરી રહ્યું હતું. તે સમયે પત્નીનું રસ્તામાં તબિયત લથડવાના કારણે મોત નિપજતા મહિલાના મૃતદેહને દાહોદ રેલવે સ્ટેશન ઉતારવામાં આવ્યો હતો. અને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ મોકલવામા આવ્યો છે.

આગરા રેલવે સ્ટેશન ખાતે મહિલાનું મોત નિપજયું હતું

કાજીપુરથી વિજયશંકર ગુપ્તા અને તેમની પત્ની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતા. આ દરમિયાન રસ્તામાં અગમ્ય કારણોસર વિજયશંકર ગુપ્તાની પત્નીની ઓચિંતી તબિયત લથડી હતી. અને આગરા રેલવે સ્ટેશન ખાતે મહિલાનું મોત નિપજયું હતું. આ અંગેની જાણ આગરા રેલવે પોલીસ અને ટ્રેન ગાર્ડને કરવામાં આવી હતી. તે બાદ રતલામ રેલવે પોલીસને પણ જાણ કરાઇ હતી. ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ટ્રેન દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવતા રેલવે પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને ટ્રેનમાંથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: