છેતરપિંડી: બારિયાના ગ્રાહકને ઓછા ટચની ચાંદીના દાગીના આપી છેતરપિંડી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કારીગરે 98.5ની જગ્યાએ 85 ટચના દાગીના આપ્યા
  • પોલીસ દ્વારા પાંચ સામે ગુનો દાખલ કરાયો

દેવગઢ બારિયાના ગ્રાહકે લીમડીના એક કારીગરને દાગીના બનાવવા માટે 98.5 ટચની ચાંદી આપી હતી. ત્યારે ગ્રાહકને 85 ટચના ચાંદીના દાગીના બનાવીને આપવા સાથે ધમકીઓ અપાઇ હતી. આ મામલે દેવગઢ બારિયા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારીઆ નગરમાં ચબુતરા શેરી, સ્ટેટ બેન્ક સામે રહેતાં કેનલ શ્રૈયાંશભાઈ ગાંધીએ ગત તા.15થી 27મી એપ્રિલ દરમ્યાન ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતાં પંચાલ આશીષકુમાર લવિન્દ્રભાઈને દાગીના બનાવવા માટે 98.05 ટચની 2890 ગ્રામ વજનની ચાંદી આપી હતી. આશીષકુમારે 85 ટચના ચાંદીના દાગીના બનાવી આપ્યા હતાં. આ બાબતની જાણ થતાં કેનલભાઈએ આશીષકુમારને જાણ કરી હતી. આ ઉપરાંત તેમના પરિવારને પણ આ મામલે જણાવ્યુ હતું.

આ મામલે આશીષકુમાર તેમનો પુત્ર પંચાલ મંયકકુમાર લવિન્દ્રભાઈ આશીષકુમારની પત્નિ પંચાલ નીધીબેન આશીષકુમાર અને લવિન્દ્રભાઈની પત્નિ વિગેરેએ કેનલભાઈ સાથે બોલાચાલી કરી ધમકીઓ આપી હતી. પોતાની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયો હોવા અંગે કેનલભાઇએ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: