છેતરપિંડી: દેવગઢ બારીયાના રહીશને લીમડીના સોનીએ ઓછા ટચની ચાંદી પરત કરી ચૂનો લગાવ્યો

દાહોદ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 98.05 ટચની ચાંદી લઈ 85 ટચની ચાંદીના દાગીના પધરાવયા છેતરપિંડીની વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી

દેવગઢ બારયા નગરમાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે .જેમાં દેવગઢ બારીયાના વ્યક્તિએ ચાંદીના દાગીના બનાવવા માટે ઝાલોદ તાલુકાના લીમડી નગરમા રહેતાં એક ઈસમને ચાંદી આપી હતી. લીમડીના ઈસમે તેનાંથી ઓછા ટંચની ચાંદી પરત કરતાં આ સંબંધે દેવગઢ બારીઆના વ્યક્તિએ આ બાબતની વાત કરતાં ઉશ્કેરાયેલા લીમડી નગરના ઈસમે તથા તેના પરિવારજનોએ ઝઘડો તકરાર કરી, મારી નાંખવાની ધમકી આપી છેતરપિંડી કરતાં આ સંબંધે દેવગઢ બારીયા પોલીસ મથકે ઝાલોદ લીમડીના મહિલા સહિત પાંચ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

દેવગઢ બારીયા નગરમાં ચબુતરા શેરી, સ્ટેટ બેન્ક સામે રહેતાં કેનલ શ્રૈયાંશભાઈ ગાંધીએ ગત તા.15મી એપ્રિલ થી તારીખ 27મી એપ્રિલના સમયગાળા દરમિયાન ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતાં પંચાલ આશીષ લવિન્દ્રભાઈને ચાંદીના દાગીના બનાવવા માટે 98.05 ટંચની 2890 ગ્રામ વજનની ચાંદી આપી હતી. પંચાલ આશીષ લવિન્દ્રભાઈ દ્વારા 85 ટંચના ચાંદીના દાગીના બનાવી આપી કેનલ શ્રેયાંશભાઈ ગાંધી સાથે છેતરપિંડી આચરી હતી.

આ મામલે કેનલભાઈએ પંચાલ આશીષ અને તેમના પરિવારજનોને વાતચીત કરતાં આશીષ તેમનો પુત્ર પંચાલ મયંક, પત્નિ નીધીબેન આશીષકુમાર અને લવિન્દ્રભાઈની પત્નિ વેગેરેએ કેનલભાઈ સાથે બોલાચાલી કરી, ઝઘડો તકરાર કરી હતી અને મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે પોતાની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ લઈ દેવગઢ બારીયા પોલીસ મથકે પહોંચતાં આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ઉપરોક્ત પંચાલ પરિવાર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: