છેડતી: રાબડાળમાં સીવણ ક્લાસથી પરત જતી યુવતી સાથે છેલબટાઉ યુવકોની છેડતી

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સ્કૂટરની ચાવી કાઢી લીધી : યુવતીના મામા આવતાં બચી ગઇ
  • તને ઉંચકી જવાના છીએ, તારી પર દુષ્કર્મ કરવાના છીએ કહ્યું હતું

દાહોદ શહેર નજીક રાબડાળ ગામે સિવણ ક્લાસથી પરત ઘરે જતી યુવતિને રોકીને તેના મોપેડની ચાવી કાઢી લઇ તેને ઉંચકી જવા સાથે દુષ્કર્મ કરવા સુધીનો સંવાદ કરી છેડતી કરી હતી. અકસ્માતે યુવતિના મામા ત્યાંથી પસાર થતાં તે બચી શકી હતી. જોકે, યુવકો તેમને પણ ધમકી આપીને નાસી છુટ્યા હતાં.

દાહોદ તાલુકામાં રહેતી એક યુવતી ગત તા.14મી જુનના રોજ રાબડાળ ગામેથી મોપેડ લઇને પસાર થઇ રહી હતી. ત્યારે તેને રોકીને ગરબાડા તાલુકાના વડવા ગામના અતુલ વાલાભાઈ પસાયા, દિનેશભાઈ રાળીયાભાઈ પસાયા, જયદિપભાઈ રાળીયાભાઈ પસાયા તથા તેમની સાથે અન્ય એક યુવકે જ્યુપીટરની ચાવી કાઢી લીધી હતી. તને ઉંચકી જઇશું, તારી ઉપર બળાત્કાર કરવાના છીયે તુ શું કરી લેશે તેમ કહીને શારીરિક છેડતી કરી હતી. આ દરમિયાન યુવતિના મામા અક્સમાતે ત્યાંથી પસાર થતાં તેઓ રોકાયા હતાં.

છેડતી કેમ કરો છો કહીને ઠપકો આપતાં યુવકોએ આ વિસ્તાર અમારો છે, તું અમારી વચ્ચે કેમ પડે છે, તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. વાત આગળ વધશે તેમ વિચારી ચારેય યુવકો ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગે યુવતિએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: