છેડતી: દાહોદના આરોડા ગામે બે શખ્સોએ પરિણીતા સાથે છેડછાડ કરી પતિને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહિલાએ બુમાબુમ કરતા દોડી આવેલા પતિને ગાડીમા ઉઠાવી ગયા પતિને માર મારી છોડીને ચારેય શખ્સો ભાગી ગયા

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના આરોડા ગામે એક પરણિતાનો એકલતાનો લાભ લઈ બે વ્યકિતઓએ શારિરીક છેડછાડ કરી હતી. મહિલાએ બુમાબુમ કરી મુકતાં તેનો પતિ દોડી આવતા આ બીજા બે સાગરિતોએ પતિને ગાડીમા બેસાડી દુર લઈ જઈ ગડદાપાટ્ટુનો માર મારી સ્થળ પર છોડી મુકી નાસી જતાં આ સંબંધે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સીંગવડ તાલુકાના પીપળીયા ગામે રહેતા સરદાર સબુરભાઈ બારીયા અનેે શૈલેષ સબુરભાઈ બારીયા સીંગવડ તાલુકામાં રહેતી એક 23 વર્ષીય પરણિતાના ઘરે આવ્યાં હતાં. પરણિતાના એકલતાનો લાભ લઈ પરણિતાને બંન્ને જણાએ પકડી પાડી બળજબરી કરી તેણીની છેડછાડ કરતાં હતાં. આ દરમિયાન પરણિતાએ બુમાબુમ કરી મુકતાં પરણિતાનો પતિ દોડી આવ્યો હતો. આ દરમિયાન જવસીંગ સબુરભાઈ બારીયા અને જામદરા ગામે રહેતો ફુલસીંગ કડવાભાઈ બારીયા બંન્ને જણા ફોર વ્હીલર લઈ આવી ગયાં હતાં અને ચારેય જણાએ પરણિતાના પતિને પકડી પાડી ગાડીમાં નાંખી દઈ તેને થોડે દુર લઈ જઈ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી સ્થળ પર છોડી મુકી ચારેય જણા નાસી ગયાં હતાં. આ સંબંધે પરણિતાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: