ચોસાલામાં પ્રેમીપંખીડાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર

  • ગ્રામજનોની મદદથી પોલીસે ઝાડ પરથી મૃતદેહો ઉતાર્યા

દિવ્ય ભાસ્કર

Aug 11, 2020, 04:27 AM IST

દાહોદ. દાહોદ તાલુકાના ચોસાલા ગામે એક પ્રેમી પંખીડાએ ઝાડની ડાળીએ દુપટ્ટા વડે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પ્રેમીપંખીડાએ આપઘાત કરતા દાહોદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઝાડની ડાળીએ દુપટ્ટા વડે ફાંસો ખાઇ આપઘાત કર્યો
દાહોદ તાલુકાના નવા ખેડા પળીયામાં રહેતી 18 વર્ષિય યુવતી તથા 19 વર્ષિય યુવકે બન્ને જણાએ તારીખ 6 ઓગસ્ટના રોજ કોઇ અગમ્ય કારણોસર પોતાના ફળીયામાં આવેલા એક ઝાડની ડાળીએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધુ હતું. પ્રેમીપંખીડાએ આપઘાત કર્યાની ઘટનાની જાણ ગામમાં ફેલાતા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ગ્રામજનોની મદદથી પોલીસે ઝાડ પર લટકતા બન્નેના મૃતદેહો નીચે ઉતાર્યા હતા. પંચો રૂબરૂ પંચનામુ કરી દાહોદના સરકારી દવાખાને પી.એમ. અર્થે મૃતદેહો મોકલી આપવામાં આવ્યા હતા. આ સંદર્ભે તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: