ચોસાલામાં ખેતરમાં બળદો બાંધવા મુદ્દે પથ્થર મારી એકનું માથું ફોડ્યું

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભાઇ-ભાભી વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ

દાહોદ તાલુકાના ચોસાલા ગામતળમાં રહેતા હસુભાઇ ગેંદાલભાઇ બારીયા તા.26મીના રોજ સાંજના સમયે તેમના ખેતરે ડાંગરનો પાક જોવા ગયા હતા. ત્યારે તેમના ભાઇ સળીયાભાઇ બારીયાના બે બળદો બાંધેલા હતા અને તેમનો ભાઇ અને ભાભી અંજુબેન સળીયાભાઇ બારીયા તેમના ખેતરમાં ડાંગરનો પાક કાપતા હતા અને ખેતરમાં ઉભા ડાંગર પાકમાં બળદો બાંધેલા હોય હસુભાઇએ તેમના ભાઇને કહેલ કે મારા ખેતરમાં કેમ બળદો બાંધેલ છે.

ડાંગરના પાકને નુકસાન થાય છે અને જમીન કાચી છે તો દબાઇ છે તેમ જણાવતા સળીયાભાઇ અને તેની વહુ અંજુબેન એકદમ ઉશ્કેરાઇ જઇ અમે તારા ખેતરમાં બળદ બાંધી શુ તુ કરી લઇ થેમ કહી ગાળો બોલી સળીયાભાઇ બારીયાએ તેના હાથમાની કુહાડીની મુદર માથામા આગળના ભાગે મારી ચામડી ફાડી નાખી લોહીલુહાણ કર્યા હતા.

તથા ભાભી અંજુબેને પણ હાથમાં પથ્થર પકડી માથાના ભાગે મારી ઇજા પહોંચાડી બન્ને જણાએ ગડદાપાટુનો માર માર્યો હતો અને હવે પછી આ ખેતરમાં આવીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્તને 108 દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે હસુભાઇએ દાહોદ તાલુકા પોલીસ મથકે હુમલાખોર ભાઇ ભાભી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: